Cricket: વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડ ટીમમાં ભૂકંપ, એકસાથે 9 ખેલાડીને કરી દેવાયા ટીમની બહાર
સિલેક્શન કમિટીએ વનડે સીરીઝ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જ્યારે ટી20 ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ થાય છે
ENG vs WI: ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વેસ્ટ ઈન્ડિઝના આગામી લિમીટેડ ઓવરોના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ડિફેન્ડિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમે 3 ડિસેમ્બરથી ત્રણ વનડે અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમવાની છે. ઈંગ્લેન્ડનો કેરેબિયન પ્રવાસ 3 ડિસેમ્બરથી શરૂ થશે અને મેચો 21 ડિસેમ્બર સુધી રમાશે.
સિલેક્શન કમિટીએ વનડે સીરીઝ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જ્યારે ટી20 ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ફાસ્ટ બૉલર જૉશ ટોંગ અને જૉન ટર્નરને વનડે અને ટી20 બંને ટીમોમાં જગ્યા મળી છે. ભારતમાં વર્તમાન વર્લ્ડકપની ઇંગ્લિશ ટીમના કુલ છ ખેલાડીઓ કેરેબિયન પ્રવાસનો ભાગ બનશે. જૉની બેયરર્સ્ટો, જૉ રૂટ અને માર્ક વૂડ જેવા આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને બંને ટીમોમાં જગ્યા મળી ન હતી, જ્યારે ડેવિડ વિલીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
વર્લ્ડકપ પછી ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જશે. જે માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે વન ડે અને T20 માટેની ટીમની જાહેરાત કરી. વર્લ્ડકપ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી હતી, તેમાંથી 9 ખેલાડીને વન ડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની ટીમમાંથી માત્ર 6 ખેલાડીઓને વન ડે સીરિઝ માટે રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં કેપ્ટન બટલર, હેરી બ્રૂક, સેમ કરન, લિયમ લિવિંગસ્ટન, ગસ એટિંગસન, બ્રાયડન કાર્સને ટીમમાં રાખવામાં આવ્યા છે. બાકી રહેલ ખેલાડીઓમો ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ઇંગ્લિશ ટીમમાંથી બહાર થયા આ ખેલાડીઓ
બેન સ્ટૉક્સને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. બેન સ્ટોક્સે વર્લ્ડકપ પહેલા વન ડેમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. વિકેટકીપર-બેટ્સમેન જૉની બેયર્સ્ટોને પણ બહાર કરવામાં આવ્યો છે. ડેવિડ મલાન, જો રૂટ, મોઈન અલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ, આદિલ રશીદ, રીસ ટોપ્લીનું નામ પણ શામેલ છે. ડેવિડ વિલી વર્લ્ડકપ પછી ક્રિકેટેમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જોશ ટંગ અને જૌન ટર્નરને પણ વન ડે તથા T20માં જગ્યા આપવામાં આવી છે.
રેહાન અહમદ, જૈક ક્રોલી, બેન ડકેટ, ટોમ હર્ટલે, વિલ જેક્સ, ઓલી પોપ, ફિલ સોલ્ટને રમવા માટેનો મોકો આપવામાં આવ્યો છે. રેહાન ડકેટ, વિલ જેક્સ, ફિલ સોલ્ટ, ટંગ, ટર્નરને T20માં જગ્યા આપવામાં આવી છે. વન ડે વર્લ્ડ કપન હિસ્સો રહી ચૂકેલ મોઈન અલી, આદિલ રશીદ, વોક્સ અને ટોપ્લીને T20 ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ મેચનું શિડ્યૂલ
ઈંગ્લેન્ડે વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર ત્રણ વન ડે સીરિઝ અને 5 મેચની T20 સીરિઝ રમવાની છે. 3 ડિસેમ્બરથી વન ડે સીરિઝની શરૂઆત થઈ રહે છએ. 6 ડિસેમ્બરે બીજી મેચ રમાશે. આ બંને મેચ એટિંગાના સર વિવિયન રિચર્ડ્સમાં રમવામાં આવશે. 9 ડિસેમ્બરના રોજ બારબાડોસના કેનસિંગ્ટન ઓવલમાં ત્રીજી વન ડે મેચ રમવામાં આવશે. 12 ડિસેમ્બરથી બારબાડોસમાં પાંચ મેચની T20 સીરિઝ રમવામાં આવશે. બીજી અને ત્રીજી મેચ 14 અને 16 ડિસેમ્બરના રોજ ગ્રેનેડા નેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ચોથી અને પાંચમી મેચ 19 અને 21 ડિસેમ્બરના રોજ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ઈંગ્લેન્ડની વનડે ટીમ-
જૉસ બટલર (કેપ્ટન), રેહાન અહમદ, ગસ એટિંગસન, હૈરી બ્રૂક, બ્રાયડન કર્સ, જૈક ક્રોલી, સૈમ કરન, બેન ડકેટ, ટોમ હાર્ટલે, વિલ જેક્સ, લિયમ લિવિંગસ્ટન, ઓલી પોપ, ફિલ સોલ્ટ, જોશ ટંગ, જોન ટર્નર.
ઈંગ્લેન્ડ ટી20 ટીમ-
જૉસ બટલર (કેપ્ટન), રેહાન અહમદ, મોઈન અલી, ગસ એટિંગસન, હૈરી બ્રૂક, સૈમ કરન, બેન ડકેટ, વિલ જેક્સ, લિયમ લિવિંગસ્ટન, ટાયમલ મિલ્સ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ, રીસ ટોપ્લી, જોન ટર્નર, ક્રિસ વોક્સ