Champions Trophy: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, આ આક્રમક બેટ્સમેનની વાપસી
Champions Trophy 2025:ટી20 શ્રેણી દરમિયાન થયેલી ઈજાને કારણે સ્મિથ ભારતમાં વનડે શ્રેણીમાં રમ્યો ન હતો

Champions Trophy 2025: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પહેલી મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ 22 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. જેમી સ્મિથની ટીમમાં વાપસી થઇ છે. તે ફિલ સોલ્ટની જગ્યાએ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. ભારત સામે વન-ડે સીરિઝમાં સ્મિથે વિકેટકીપિંગ કર્યું હતું.
We've named our XI for the first game against Australia 👇
— England Cricket (@englandcricket) February 20, 2025
ટી20 શ્રેણી દરમિયાન થયેલી ઈજાને કારણે સ્મિથ ભારતમાં વનડે શ્રેણીમાં રમ્યો ન હતો. જોકે, તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ટુર્નામેન્ટની પહેલી મેચમાં ત્રીજા નંબરે પણ બેટિંગ કરશે. સપ્ટેમ્બર 2023માં જ વન-ડે ડેબ્યૂ કરનાર સ્મિથે આ ફોર્મેટમાં ફક્ત સાત મેચ રમી છે અને 133 રન બનાવ્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 49 છે.
ત્રીજા નંબર પર બેટિંગ કરશે
જેમી સ્મિથે ગયા વર્ષે લીડ્સમાં ઓસ્ટ્રેલિયા સામે આ સ્કોર બનાવ્યો હતો. જોકે, તેણે હજુ સુધી ત્રીજા નંબર પર બેટિંગ કરી નથી અને તેણે ફક્ત પાંચમા અને છઠ્ઠા નંબર પર જ બેટિંગ કરી છે. 24 વર્ષીય જેમી સ્મિથ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા નંબરે બેટિંગ કરશે જ્યારે જો રૂટ ચોથા નંબરે બેટિંગ કરશે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટને ભારત સામેની વન-ડે શ્રેણીમાં ત્રીજા નંબરે બેટિંગ કરી હતી પરંતુ તેમને ખાસ સફળતા મળી ન હતી. તેણે કટક ખાતેની બીજી વનડેમાં 69 રનની પોતાની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. ગયા વર્ષે ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ મેચની વનડે શ્રેણી 3-2થી હારી ગઈ હતી.
ખેલાડીઓની ઈજાથી ઓસ્ટ્રેલિયા પરેશાન છે
ઓસ્ટ્રેલિયાનું ફોર્મ પણ સારું રહ્યું નથી કારણ કે તેઓ પાકિસ્તાન અને શ્રીલંકા સામે સતત વન-ડે સીરિઝ હારી ગયા છે. જો આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તે ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન છે. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ માર્શ બહાર છે. મિશેલ સ્ટાર્ક પણ છેલ્લી ઘડીએ વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસીની મર્યાદિત શક્યતાઓ સાથે બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા માંગશે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
IND vs PAK: UAEમાં પાકિસ્તાન વિરુદ્ધ કેવો રહ્યો ભારતનો રેકોર્ડ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
