T20 WC 2022: ઇંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી, આ વર્લ્ડકપ વિનર ખેલાડીઓને કરી દેવાયા બહાર
ઇંગ્લેન્ડ ટીમે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે 15 સભ્યો વાળી પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
![T20 WC 2022: ઇંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી, આ વર્લ્ડકપ વિનર ખેલાડીઓને કરી દેવાયા બહાર England Squad: Jason Roy And jofra archer Are Unlikely To Make The T20 World Cup 2022 team T20 WC 2022: ઇંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી, આ વર્લ્ડકપ વિનર ખેલાડીઓને કરી દેવાયા બહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/79ad9559ff3da4e3d320c3829aa49173166211192288277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 WC 2022 : આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપ આગામી 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, આ પહેલા તમામ ટીમોએ પોતાની પ્રેક્ટિસ અને ટીમોની કસોટીઓ કરવાની તૈયારીઓ કરી દીધી છે, આ કડીમાં હવે વનેડે ચેમ્પીયન ઇંગ્લિશ ટીમે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
ઇંગ્લેન્ડ ટીમે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે 15 સભ્યો વાળી પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે આ ટીમની જાહેરાતમાં ટીમ મેનેજમેન્ટે બે સ્ટાર ખેલાડીઓને બહાર કરીને ચોંકાવનારો નિર્ણય લીધો છે. 2019 વનડે વર્લ્ડકપમાં ધમાલ મચાવનારા જોફ્રા આર્ચર અને જેસન રૉયને સ્ક્વૉડમાંથી બહાર રખાયા છે. ઇજાના કારણે જોફ્રા આર્ચર છેલ્લા કેટલાય સમયથી નેશનલ ટીમમાથી બહાર છે, જેના કારણે ટીમમાં તેને જગ્યા નથી મળી શકી. જ્યારે જેસન રૉયને પોતાની નેશનલ ટીમ અને ધ હન્ડ્રેડ લીગમાં ખરાબ પ્રદર્શન કરવાના કારણે બહાર રખાયો છે.
ઇંગ્લિશ ટીમ મેનેજમેન્ટને 15 સભ્યોની ટીમમાં ફિલ સાલ્ટને પસંદ કર્યો છે, તેને આ વર્ષની શરૂઆતમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. સંયુક્ત આરબ અમીરાતમાં 2021માં ટી20 વર્લ્ડકપ બાદ જેસન રૉયે માત્ર 11 ટી20 મેચો જ રમી છે, જેમાં તેને 206 રન બનાવ્યા છે.
Squad 🙌 #T20WorldCup 🏏 🌏 🏆 pic.twitter.com/k539Gzd5Ka
— England Cricket (@englandcricket) September 2, 2022
ટી20 વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડની ટીમ -
જૉસ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોનાથન બેયેરર્સ્ટૉ, હેરી બ્રૂક, સેમ કરન, ક્રિસ જૉર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, રીસ ટૉપલી, ડેવિડ વિલી, ક્રિસ વૉક્સ, માર્ક વૂડ.
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)