BCCI Selection Committee: પસંદગી સમિતીનો નવો અધ્યક્ષ બની શકે છે આ દિગ્ગજ ક્રિકેટર, BCCI જલદી લેશે નિર્ણય
બીસીસીઆઇના એક સુત્રે બતાવ્યુ નવી સિલેક્શન કમિટીને અંતિમ રૂપ આપવામાં આવશે, આ મહિનાના અંતના પહેલા નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવશે.
Venkatesh Prasad New Selection Committee: ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બૉલર વેંકેટેશ પ્રસાદ બીસીસીઆઇ પસંદગી સમિતિના નવા અધ્યક્ષ બની શકે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ આનુ જલદી એલાન કરી શકે છે.
ઇનસાઇડસ્પોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇ પસંદગી સમિતિના સિલેક્શનને અંતિમ રૂપ આપી રહી છે. આ મહિનાના અંત સુધી બૉર્ડ તેમના નામની જાહેરાત કરી શકે છે.
BCCI જલ્દી કરી શકે છે એલાન -
ઇનસાઇડસ્પોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇના એક સુત્રે બતાવ્યુ નવી સિલેક્શન કમિટીને અંતિમ રૂપ આપવામાં આવશે, આ મહિનાના અંતના પહેલા નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવશે. વેંકેટેશ પ્રસાદ સૌથી અનુભવી ક્રિકેટરોમાંનો એક છે, જેને આ પદ માટે પોતાનુ નામ નોંધાવ્યુ છે, આના પર કોઇ ઔપચારિક ચર્ચા નથી થઇ, પરંતુ તેમને નવા અધ્યક્ષ તરીકે તમામ તરફથી વિશ્વાસમત મળવાની સંભાવના છે.
નવી સિલેક્શન કમિટીના અધ્યક્ષનુ એલાન કરતા પહેલા સીએસી શૉર્ટલિસ્ટ કરવામાં આવેલા તમામ ક્રિકેટરોને આગામી અઠવાડિયે ઇન્ટરવ્યૂ લેશે, આ પદ માટે પૂર્વ પસંદગી સમિતિ અધ્યક્ષ ચેતન શર્માએ પણ ફરીથી અરજી કરી છે. જોકે, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ અને સીએસી ચેતન શર્માને ફરીથી મોકો આપવા માટે હાલ નક્કી નથી.
શાનદાર રહી છે વેંકેટેશ પ્રસાદની કેરિયર -
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર વેંકેટેશ પ્રસાદની ક્રિકેટ કેરિયર શાનદાર રહી છે. તેને ભારત માટે પોતાની કેરિયરમાં કુલ 161 વનડે મેચો રમી છે, આ મેચોમાં તેને 196 વિકેટો પોતાના નામે કરી છે. વળી, તે ટીમ ઇન્ડિય માટે 33 ટેસ્ટ મેચો પણ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને 96 વિકેટો ઝડપી છે. તેને ખુબ પ્રભાવશાળી બૉલર માનવામાં આવે છે. હાલના સમયમાં વેંકેટેશ પ્રસાદ ક્રિકેટ કૉમેન્ટ્રી કરતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેંકેટેશ પ્રસાદ એકવાર ભારતીય ટીમના હેડ કૉચ માટે પણ અરજી કરી હતી, જોકે, ટીમ ઇન્ડિયાના હેડ કૉચ ન હતા બની શક્યા.
BCCIએ પસંદગી સમિતિને હટાવવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? જાણો 5 મોટા કારણો -
- આખા વર્ષમાં ચેતન શર્મા અને તેની પેનલ ટીમ ઈન્ડિયાને સ્થિર ટીમ આપી શકી નથી. છેલ્લા 12 મહિનામાં કુલ 8 ખેલાડીઓને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ પહેલા પણ ટીમ કોમ્બિનેશનને લઈને સતત પ્રયોગો કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પ્લેઇંગ-11નું પરફેક્ટ કોમ્બિનેશન તૈયાર કરી શકી નથી.
- મોટી ટુર્નામેન્ટમાં આઠ મહિના બાદ તરત જ કેએલ રાહુલને ટીમમાં લાવવા જેવા નિર્ણયો પણ ટીકાનો શિકાર બન્યા હતા. કેએલ રાહુલ તેની વાપસી બાદ મોટી મેચોમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.
- ચેતન અને તેની ટીમે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક આપી ન હતી. વર્લ્ડકપની ટીમ માટે તેણે અમુક પસંદગીના ખેલાડીઓ પર જ વિશ્વાસ રાખ્યો હતો.
- વર્કલોડ મેનેજમેન્ટના નામે ખેલાડીઓને વૈકલ્પિક બ્રેક આપવાના તેમના નિર્ણયોની પણ સતત ટીકા કરવામાં આવી હતી.
- શિખર ધવનને વનડે ટીમની ટીમમાં સતત તક આપવામાં આવી રહી છે. અહીં સુધી કે તે સતત ODI ટીમનો કેપ્ટન બની રહ્યો છે. તેની ઉંમર 37 વર્ષ છે. આવી સ્થિતિમાં તે આગામી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હશે કે નહીં તે સ્પષ્ટ નથી. આવા અનેક મુદ્દાઓ ચેતન શર્મા અને તેમની પેનલના નિર્ણયો પર સવાલો ઉભા કરી રહ્યા હતા.