Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ
Leopard Attack On Guy Whittall: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ગાય વિટ્ટલ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાય વ્હીટલ ખરાબ રીતે ઘાયલ થયો હતો. જોકે, કોઈક રીતે ગાય વ્હીટલનો જીવ બચી ગયો હતો.
Leopard Attack On Guy Whittall: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ગાય વિટ્ટલ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાય વ્હીટલ ખરાબ રીતે ઘાયલ થયો હતો. જોકે, કોઈક રીતે ગાય વ્હીટલનો જીવ બચી ગયો હતો. ગાય વ્હીટલની પત્નીએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ પણ જણાવ્યું કે પોતાના પાલતુ કૂતરાની મદદથી ગાય વ્હીટલ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. આ પહેલા સપ્ટેમ્બર 2013માં ગાય વ્હીટલના પલંગની નીચે 8 ફૂટ લાંબો મગર આવ્યો હતો,ગાય જે પલંગ પર સૂતો હતો તેની નીચે જ મગર આખી રાત પડી રહ્યો હતો. જો કે, હવે ગાય વ્હીટલનો જીવ દીપડાના હુમલાથી બચી ગયો છે.
Former Zimbabwe Cricketer Guy Whittall Survives Leopard Attack
— UncleKeyz (@mnm_meya) April 25, 2024
Former Zimbabwe cricketer Guy Whittall, 51, has survived a leopard attack while trekking through the conservancy he runs at Humani, Zimbabwe.
He needed emergency surgery and was airlifted to Milton Park Hospital in… pic.twitter.com/w6w6ip36Hm
લોહીથી લથપથ ગાય વ્હીટલનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ગાય વ્હીટલની પત્નીએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે ગાય વ્હીટલ હોસ્પિટલમાં બેડ પર સૂઈ રહ્યો છે. તેમજ આખું શરીર લોહીથી લથપથ જોવા મળે છે. ગાય વ્હિટલની પત્ની હેન્ના સ્ટોક્સે પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે દીપડાએ હુમલો કર્યો, પરંતુ કોઈક રીતે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાય વ્હીટલ ટ્રેકિંગ પર હતો, પરંતુ આ દરમિયાન તેના પર દીપડાએ હુમલો કર્યો. જોકે, લોહીથી લથપથ ગાય વ્હીટલનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ ગાય વ્હીટલના ઝડપી સ્વસ્થ થવાની સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ગાય વ્હીટલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આવી હતી
ગાય વ્હીટલે ઝિમ્બાબ્વે માટે 1993માં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તે છેલ્લે 2003માં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. 46 ટેસ્ટ મેચો સિવાય આ ખેલાડીએ 147 ODIમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં ગાય વ્હીટલના નામે બેવડી સદી છે. આ બેટ્સમેને ટેસ્ટ ફોર્મેટમાં 2207 રન બનાવ્યા છે, જ્યારે ગાય વ્હીટલના નામે ODI ફોર્મેટમાં 2705 રન છે. ગાય વ્હીટલે ટેસ્ટ ફોર્મેટમાં 4 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે તે ODI મેચોમાં સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો, ત્યારે તેણે 11 વખત અડધી સદીનો આંકડો પાર કર્યો હતો.