શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇજાગ્રસ્ત ખેલાડીઓની વધતી સંખ્યા વચ્ચે ચોથી ટેસ્ટમાં પંત અને સાહા બન્ને રમી શકે છે એકસાથે, જાણો કઇ રીતે
જો ચોથી ટેસ્ટ માટે પંત અને સાહાને સમાવવામાં આવે તો પંતને નંબર પાંચ પર જ બેટિંગ કરવી પડશે, અને રિદ્દિમાન સાહા નંબર છ પર બેટિંગમાં ઉતરી શકે છે. આ રીતે ટીમનુ સંતુલન જાળવી શકાય છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ખેલાડીઓની ઇજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે, એક પછી એક કરીને નવ જેટલા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે. ત્રીજી ટેસ્ટમાં હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ઇજાગ્રસ્ત થતા હવે અંતિમ અને ચોથી ટેસ્ટમાં ચોક્કસપણે ભારતીય ટીમ કમજોર પડી શકે છે.
જો આવુ બને તો ટીમ મેનેજમેન્ટ રિદ્ધિમાન સાહા અને ઋષભ પંત બન્ને વિકેટકીપરોને એકસાથે ચોથી ટેસ્ટમાં ઉતારી શકે છે, જો ઓપ્શન અપનાવવામાં આવે તો રિદ્ધિમાન સાહાને વિકેટકીપર અને ઋષભ પંતને એક બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે. જોકે બીજો ઓપ્શન મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉ પણ છે.
વિહારી, જાડેજા અને અશ્વિનના પહેલા જ મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને રાહુલ ઇજાગ્રસ્ત થઇને ભારત પરત ફરી ચૂક્યા છે. વિરાટ કોહલી પણ પહેલા બાળકના જન્મના કારણે પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત આવી ગયો હતો. આવામાં ભારતીય ટીમ પહેલાથી જ કમજોર પડી ચૂકી છે.
જો ચોથી ટેસ્ટ માટે પંત અને સાહાને સમાવવામાં આવે તો પંતને નંબર પાંચ પર જ બેટિંગ કરવી પડશે, અને રિદ્દિમાન સાહા નંબર છ પર બેટિંગમાં ઉતરી શકે છે. આ રીતે ટીમનુ સંતુલન જાળવી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion