શોધખોળ કરો

Hardik-Natasa White Wedding: વેલેન્ટાઈન ડે પર ફરી લગ્ન કરશે Hardik-Natasha! ઉદયપુરમાં યોજાશે ભવ્ય લગ્ન

Hardik Pandya: હાર્દિક પંડ્યા હવે ફરી એકવાર તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કરવા તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર હાર્દિક 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે.

Hardik Pandya and Natasa Stankovic Wedding: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરી એકવાર લગ્ન કરવા માટે તૈયાર છે. બંનેએ 2023માં કોર્ટ મેરેજ કરીને લગ્ન કર્યા હતા. નતાશાએ લગ્ન પહેલા જ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ ઉતાવળમાં કોર્ટ મેરેજ કર્યા હતા. હવે આ કપલ તેમના ભવ્ય લગ્નની રાહ જોઈ રહ્યું છે. વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ આ બંને બીજી વાર લગ્ન કરશે.

ઉદયપુરમાં ભવ્ય લગ્ન યોજાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેના ભવ્ય લગ્ન ઉદયપુરમાં થશે. અહીંની એક હોટલમાં લગ્નનું ફંક્શન હશે. બંનેના આ લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત નજીકના મિત્રો પણ સામેલ થશે. 13 થી 16 ફેબ્રુઆરી સુધી બંનેના લગ્નના ફંક્શન ચાલશે. લગ્ન પહેલા હલ્દી, મહેંદી અને કેટલીક વિધિ યોજાશે  બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય હશે. આ લગ્ન પરંપરાગત રીતે યોજવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું કે “કોર્ટ મેરેજ પછી તે ફરીથી લગ્ન કરશે. તે સમયે બંનેએ ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. ત્યારથી બંનેના મનમાં શાનદાર રીતે લગ્ન કરવાનો વિચાર હતો. તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

હાર્દિકે 2020માં કર્યું હતું પ્રપોઝ 

2020માં નવા વર્ષ નિમિત્તે હાર્દિક પંડ્યાએ નતાશાને જહાજમાં પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન તેણે નતાશાને હીરાની વીંટી પહેરાવી હતી. આ પછી 31 મે, 2020 ના રોજ બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા. ત્યારબાદ જુલાઈ 2020માં પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.

ટીમ ઈન્ડિયામાં હાર્દિકની જવાબદારી વધી ગઈ છે

નોંધપાત્ર વાત એ છે કે હવે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની જવાબદારી વધી ગઈ છે. હાર્દિકને હવે BCCI દ્વારા સતત T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે તેને ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી ODI સીરિઝમાં ટીમનો ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Sidharth-Kiaraના રિસેપ્શનમાં પહોંચી મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા, પતિ આકાશ સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રી

Sidharth Kiara Mumbai Reception: કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) સાથે રાજસ્થાનના સુર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં. ત્યારે મુકેશ અંબાણીની દીકરી અને કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણીએ (Isha Ambani) હાજરી આપી હતી. કિયારા અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. બંને બાળપણના મિત્રો છે. 2018માં જ્યારે ઈશા અંબાણીએ (Isha Ambani) આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા ત્યારે કિયારા અડવાણીએ તેના લગ્નના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

સિડ- કિયારાના લગ્નમાં ઈશા અંબાણીએ પતિ સાથે હાજરી આપી હતી 

જ્યારે કિયારા અડવાણીએ (Kiara Advani) તેના ડ્રીમ બોય સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા ત્યારે ઈશા અંબાણી પણ તેના પતિ આનંદ પીરામલ સાથે બેસ્ટીની ખુશીમાં સામેલ થવા જેસલમેર પહોંચી હતી. તે જ સમયે ઈશાનો ભાઈ આકાશ અંબાણી (Akash Ambani) અને ભાભી શ્લોકા મહેતાએ સિડ-કિયારાના મુંબઈ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા

ઈશા અંબાણીનો ભાઈ આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન શ્લોકા મહેતા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ કાળી સાડી પહેરી હતી.  જેની સાથે તેણે બ્લેકમાં અનોખા બેલ-સ્લીવ બ્લાઉઝની જોડી બનાવી હતી. શ્લોકા સાડીમાં અદ્ભુત લાગી રહી હતી. શ્લોકાએ પોતાની જાતને એક વિશાળ નીલમણિ લીલી વીંટી અને હીરાની બંગડીઓથી સજ્જ કરી હતી. તો બીજી તરફ આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતો હતો.

સિડ-કિયારા તેમના લગ્નની ઉજવણીમાં મસ્ત 

લગ્ન કર્યા પછી સિડ –કિયારા તેમના લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં સાત ફેરા લીધા પછી દંપતી બીજા દિવસે દિલ્હી પહોંચ્યું હતું. સિડ-કિયારાનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દંપતીએ પરિવાર અને નજીકના મિત્રો માટે એક રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. બીજી તરફ સિડ-કિયારાએ આગલા દિવસે મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget