શોધખોળ કરો

Hardik Pandya: વધુ એક મુશ્કેલીમાં ફસાયો હાર્દિક પંડ્યા, હવે બોલિંગ પર ઉઠ્યા સવાલો, ચેમ્પિયન ટ્રોફી પહેલા આપવો પડશે ટેસ્ટ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા હાર્દિક પંડ્યાની બોલિંગની ચકાસણી કરવામાં આવશે. ફરી એકવાર હાર્દિકની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

Hardik Pandya Bowling Champions Trophy 2025: હાર્દિક પંડ્યા સતત સમાચારમાં રહે છે. તાજેતરમાં જ ભારતીય ઓલરાઉન્ડરે પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયા હતા. તે પહેલા, 2024 T20 વર્લ્ડ કપમાં, હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે ફરી એકવાર હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા હાર્દિક પંડ્યાની બોલિંગની ચકાસણી કરવામાં આવશે. ઘરેલુ ક્રિકેટમાં હાર્દિકની બોલિંગ પર નજર રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટમાં રમાશે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને તેને થોડી મેચો બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. હાર્દિકની ઈજા હંમેશા ચિંતાનો વિષય રહી છે. ODI ફોર્મેટમાં, હાર્દિક પાસે લગભગ 10 ઓવર બોલિંગ કરવાની જવાબદારી છે, જે તેના પર કામનું ભારણ વધારે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ડિસેમ્બરમાં રમાનારી વિજય હજારે ટ્રોફીમાં પંડ્યાની બોલિંગ ફિટનેસ પર નજર રાખવામાં આવશે. એટલે કે હાર્દિક ODI ફોર્મેટમાં રમાતી વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, ભારતીય ખેલાડીઓને પહેલાથી જ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું છે.

હાર્દિકની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે

નોંધનીય છે કે હાર્દિક પંડ્યાની બોલિંગ વારંવાર સવાલોના ઘેરામાં રહે છે. 2024ની IPLમાં હાર્દિકે વધારે બોલિંગ કરી ન હતી. જોકે, IPL બાદ યોજાયેલા T20 વર્લ્ડ કપમાં હાર્દિકની બોલિંગમાં કોઈ ઘટાડો થયો નહોતો. હવે તમામની નજર ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિકની બોલિંગ પર રહેશે.

લગ્નના 4 વર્ષ બાદ અલગ થયા હાર્દિક-નતાશા

પંડ્યા અને નતાશાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંને પહેલીવાર 2018માં મળ્યા હતા. આ પછી તેઓ મિત્રો બન્યા. હાર્દિક અને નતાશા ટૂંક સમયમાં એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ પછી તેઓએ 2020 માં લગ્ન કર્યા. એ જ વર્ષે તેમનો પુત્ર અગસ્ત્ય પણ દુનિયામાં આવ્યો. હવે બંને અલગ થઈ ગયા છે. નતાશા સર્બિયા પરત ફરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget