Women’s T20 World Cup 2024: બાંગ્લાદેશમાં નહીં રમાય મહિલા ટી20 વર્લ્ડકપ 2024, ICCએ નવા સ્થળની કરી જાહેરાત
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બદલ્યું છે.
womens t20 world cup 2024 : બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બદલ્યું છે. હવે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે યુએઈમાં રમાશે. 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ હવે દુબઈ અને શારજાહમાં યોજાશે.
ICCએ નિવેદન જાહેર કરી કહ્યું કે, મહિલાઓના સૌથી નાના ફોર્મેટની મેગા ઇવેન્ટની નવમી એડિશન હવે સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ આયોજનનું યજમાન રહેશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ના મેચ યુએઈના બે સ્થળે દુબઈ અને શારજાહમાં રમાશે.
The ninth edition of ICC Women’s #T20WorldCup to be held in October 2024 has been relocated to a new venue.
Details 👇https://t.co/20vK9EMEdN — ICC (@ICC) August 20, 2024
ICCએ મંગળવારે જાહેરાત કરી
ICCએ મંગળવારે કહ્યું, 'ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થશે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ ઇવેન્ટનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ટૂર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન UAEના બે સ્થળો - દુબઈ અને શારજાહમાં યોજાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સમયપત્રક
ભારત vs ન્યુઝીલેન્ડ: 5 ઓક્ટોબર
ભારત vs પાકિસ્તાન: 7 ઓક્ટોબર
ભારત vs શ્રીલંકા: 10 ઓક્ટોબર
ભારત vs ઓસ્ટ્રેલિયા: 14 ઓક્ટોબર
બોર્ડે યાદગાર તૈયારીઓ કરી હતી
આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન ન કરવું એ શરમજનક છે કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એક યાદગાર ઇવેન્ટ આપી હોત."
બોર્ડનો આભાર
જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે, "હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ટીમનો આભાર માનું છું કે તેમણે બાંગ્લાદેશમાં આ ઈવેન્ટનું આયોજન કરવા માટે તમામ માર્ગો શોધી કાઢ્યા. જો કે, તેઓ હોસ્ટિંગ અધિકારો જાળવી રાખશે. અમે નજીકના ભવિષ્યમાં ICCની વૈશ્વિક કાર્યક્રમોને બાંગ્લાદેશમાં લઈ જવા માટે ઉત્સુક છીએ."
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં કુલ 10 ટીમો ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડીઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ ભાગ લેશે. મહિલા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ 6 વાર ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial