NZ vs AUS, Final Match Highlights: ન્યૂઝિલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ જીત્યું, માર્શ અને વોર્નર રહ્યા હીરો
ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો.
દુબઇઃ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. 173 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી 137 રન કરી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 53 અને મિશેલ માર્શે અણનમ 77 રન ફટકાર્યા હતા. વોર્નર અને માર્શ વચ્ચે બીજી વિકેટ માટે 59 બોલમાં 92 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. મિશેલ માર્શને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઇનિંગની 19મી ઓવરમાં ગ્લેમ મેક્સવેલે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો મિશેલ માર્શ રહ્યો હતો. તેણે 50 બોલમાં અણનમ 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર ટી-20 ટાઇટલ જીત્યું હતું. ગ્લેન મેક્સવેલે અણનમ 28 રન ફટકાર્યા હતા.
Australia are the 𝐖𝐈𝐍𝐍𝐄𝐑𝐒 of the #T20WorldCup 2021 🏆#T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/8RkyPDkYvv
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021