IND vs AUS, Match Highlights: ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં ભારતનો વિજય, રોહિત શર્માએ ફટકારી અડધી સદી
ICC T20 WC 2021, IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. રોહિત શર્મા 60 રન ફટકાર્યા હતા.
દુબઇઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતની આઠ વિકેટે જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયા ભારતને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 17.5 ઓવરમાં 153 રન કરી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા. તે સિવાય લોકેશ રાહુલે 39, સૂર્યકુમાર યાદવે અણનમ 38 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 60 રન ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. રોહિત શર્મા 60 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 36 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ અગાઉ લોકેશ રાહુલ 39 રન ફટકારી આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ 32 રને રમતમાં છે.
આ અગાઉ ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવર રમીને 5 વિકેટો ગુમાવીને 152 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ સ્ટીવ સ્મિથે 57 (48) રનની ઇનિંગ રમી હતી. આ પછી માર્કસ સ્ટૉઇનિસે 41 (25) રન અને ગ્લેન મેક્સવેલે 37 (28) રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન 2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચાહરે 1-1 વિકેટો ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયન મીડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફરી એકવાર ફોર્મમાં દેખાયો છે. વૉર્મ અપ મેચમાં તેને ભારતીય ટીમ વિરુદ્ધ શાનદાર ફિફ્ટી ફટકારી છે. સ્મિથે 41 બૉલમાં 6 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી છે. 17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 4 વિકેટે 118 રન પર પહોંચ્યો છે. સ્મિથ 51 રન અને સ્ટૉઇનિસ 18 રન બનાવીને ક્રિઝ પર છે.