IND vs PAK, 1 Innings Highlight: ભારતને જીતવા 160 રનનો ટાર્ગેટ, મસૂદ-અહેમદની ફિફટી, અર્શદીપ-હાર્દિકની 3-3 વિકેટ
ICC T20 WC 2022, IND vs PAK:ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબર્નમાં આજે ટી20 વર્લ્ડકપનો મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ આપી હતી.
T20 World Cup 2022, IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબર્નમાં આજે ટી20 વર્લ્ડકપનો મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ આપી હતી.
પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. શાહિન આફ્રિદીએ 7 બોલમાં 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3, હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 25 રનમાં 1, ભુવનેશ્વર કુમારે વિકેટ લીધી હતી.
ICC T20 World Cup 2022, Super 12 | Pakistan (159/8) in 20 overs (S Masood 52*, A Singh 3/32) against India
— ANI (@ANI) October 23, 2022
(Source: ICC) pic.twitter.com/qhHYv9rMcR
પાકિસ્તાનનની થઈ હતી નબળી શરૂઆત
પાકિસ્તાનની શરૂઆત નબળી થઈ હતી. કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન 4 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈફ્તિખાર અહેમદ અને મસૂદે ત્રીજી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરી હતી. 14મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
ભારતીય ટીમ આ પ્રમાણે છે
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
Pakistan have set India a target of 160 🎯
— ICC (@ICC) October 23, 2022
Who will be the happier team? 🤔#T20WorldCup | #INDvPAK | 📝 https://t.co/H9EE5QNfGD pic.twitter.com/jrzSH83cyD
પાકિસ્તાનની ટીમ આ પ્રમાણે છે
બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબલ્યુ), શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ
આ પણ વાંચોઃ
T20 World Cup, IND vs PAK : પાકિસ્તાન સામે રાષ્ટ્રગીત દરમિયાન રોહિત શર્મા થયો ભાવુક, જુઓ વીડિયો