ત્રણ વરસ પછી 100 કિલો વજનના આ ક્રિકેટરને લેવાયો ટીમમાં, ભારત સામે ફટકારી હતી તોફાની સદી....
યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડકપ માટે ગુરૂવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી.
દુબઈઃ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડકપ માટે ગુરૂવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે અનુભવી વિકેટકીપર મોહમ્મદ શહઝાદને પણ આગામી મહિનાથી શરૂ થનારા વર્લ્ડકપ માટેની 15 સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 100 કિલો વજન ધરાવતો શેહઝાદ પોતાની કાયાના કારણે ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે.
શેહઝાદ પોતાની છેલ્લી ટી-20 મેચ 2018ના ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે રમ્યો હતો. આ ત્રણ વર્ષ પછી તેનું ટીમમાં પુનરાગમન થયું છે. ટીમની આ જાહેરાત સાથે જ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં વિવાદ પણ થયો છે.આ વર્લ્ડકપ માટે ગુરૂવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી. જો કે આ જાહેરાત સાથે જ અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં વિવાદ થયો છે.
રાશિદ ખાનનો દાવો છે કે, ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ટીમની પસંદગી કરતી વખતે તેનો અભિપ્રાય લીધો નથી અને પોતાની રીતે ટીમ પસંદ કરી લીધી છે. અફઘાનિસ્તાન બોર્ડે રાશીદનું રાજીનામું સ્વીકારીને મોહમ્મદ નબીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવાયો છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં એશિયા કપમાં ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાન તરફથી રમતા મોહમ્મદ શહઝાદે સારી ઇનિંગ રમી હતી. તેણે ટીમ ઇન્ડિયા સામે 116 બોલમાં 124 રન ફટકાર્યા હતા. પોતાની આ ઇનિંગમાં તેણે 11 ચોગ્ગા અને સાત સિક્સ ફટકારી હતી. આ મેચમાં અફઘાનિસ્તાને 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 252 રન બનાવ્યા હતા. મેચ ટાઇ રહી હતી.
ટી-20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમ: રાશિદ ખાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હઝરાતુલ્લાહ ઝઝઈ, ઉસ્માન ગની, અજગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હસમતુલ્લા શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબદીન નાયબ, નવીન ઉલ હક, હામીદ હસન, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, શાપુર ઝાદરાન, દૌલત ઝાદરાન.
રિઝર્વ: અધિકારી ઝઝઈ, ફરીદ અહમદ મલિક.