શોધખોળ કરો

Ind-Pak : વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનના આ ખેલાડીએ શરૂ કરી માઈન્ડ ગેમ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન માત્ર ICC અને ACC ઈવેન્ટ્સમાં જ એકબીજા સામે ટકરાય છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંને ટીમો ભારતીય સ્ટેડિયમમાં સામ સામે આવશે.

ODI World Cup : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ (IND vs PAK) એશિઝ સિરીઝ કરતાં મોટી માનવામાં આવે છે. જ્યારે બંને ટીમો મેદાન પર સામસામે હોય છે ત્યારે તે માત્ર ક્રિકેટ મેચ નથી હોતી. તેને સ્વાભિમાનની લડાઈ તરીકે જોવામાં આવે છે. સ્પર્ધાને દેશની પ્રતિષ્ઠા સાથે જોડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન માત્ર ICC અને ACC ઈવેન્ટ્સમાં જ એકબીજા સામે ટકરાય છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંને ટીમો ભારતીય સ્ટેડિયમમાં સામ સામે આવશે.

મોહમ્મદ રિઝવાને માઈન્ડ ગેમ ખેલતા કહ્યું કે...

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાને ભારત સાથેની તાજેતરની મેચ વિશે વાત કરી હતી. તેમાં વિકેટકીપર બેટ્સમેને કહ્યું હતું કે, કેવી રીતે ટીમ ઈન્ડિયા સામેની જીતને તેના દેશ માટે વર્લ્ડકપ જીત તરીકે જોવામાં આવે છે. જોકે, રિઝવાનનો મત તેનાથી અલગ છે. તેણે કહ્યું હતું કે, ભારતને હરાવવું એ અમારા માટે વર્લ્ડકપ જીતવા જેવું નથી પરંતુ વર્લ્ડકપ જીતવો એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.

15 ઓક્ટોબરે ટક્કર થશે

15 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટનો સમયપત્રક તૈયાર કર્યું છે. જે મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે ટકરાશે. ODI વર્લ્ડકપમાં પાકિસ્તાન હજુ ભારત સામે જીતી શક્યું નથી. 1992, 1999, 2003, 2007, 2015 અને 2019 વર્લ્ડકપમાં રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયાની જ જીત થઈ ચુકી છે. જ્યારે પાકિસ્તાને લાફો ખાઈને ગાલ લાલ રાખવો પડ્યો હતો.

એશિયા કપમાં પણ થશે ટક્કર

વર્લ્ડકપ પહેલા ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ટકરાશે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા કરવામાં આવનાર છે. પાકિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે ત્રણ મેચ રમી શકે છે. બંને ટીમો એક જ ગ્રુપમાં છે. ત્યાર બાદ બંને ટીમો સુપર-4 અને બાદમાં ફાઇનલમાં ટકરાશે.

IND vs PAK: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભડક્યો શાહીદ આફ્રીદી, કહ્યું- અમદાવાદની પિચમાં ભૂત છે શું ?

એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેના પર BCCI સહમત થઈ ગયું છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતકાળમાં કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે આપણા દેશમાં નહીં આવે તો અમારી ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત નહીં જાય, પરંતુ હવે પીસીબીએ આના પર યુ-ટર્ન લીધો. જો કે   ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને આવી શકે છે.

'શું તે અગનજ્વાળા બહાર કાઢે છે,  જાઓ, રમો અને જીતો...'

તાજેતરમાં પીસીબીએ કહ્યું હતું કે અમારી ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નહીં રમે. પીસીબીએ તેની પાછળ સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પીસીબીને ફટકાર લગાવી છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે અમદાવાદની પીચ જાદુઈ છે શું, જે પાકિસ્તાનના ખેલાડીઓ પર જાદુ કરી દેશે. આ સાથે જ તેણે સવાલ ઉઠાવતા કહ્યું કે અમદાવાદની પિચ પર રમવાનો કેમ ઈનકાર કરી રહ્યા છો ? શું તે આગ બહાર કાઢે છે અથવા તો શું ત્યાં ભૂત છે ? જાઓ, રમો અને જીતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget