(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG: ભારતની પ્રથમ જીતે બદલ્યું સેમી ફાઈનલનું સમીકરણ, જાણો ભારતે હવે શું કરવું પડશે ?
હવે ભારતે તેની બાકીની બંને મેચો મોટા અંતરથી જીતવી પડશે અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાનની જીત માટે પ્રાર્થના કરવી પડશે.
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ભારતે પોતાની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા બરકરાર છે. હવે ભારતે તેની બાકીની બંને મેચો મોટા અંતરથી જીતવી પડશે અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાનની જીત માટે પ્રાર્થના કરવી પડશે. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને મોટા અંતરથી હરાવ્યું નથી. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડનો રન રેટ બહુ વધારે નથી. તે જ સમયે, ભારત સામે હાર્યા બાદ અફઘાનિસ્તાનના રન રેટમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતની બંને મેચ સ્કોટલેન્ડ અને નામીબિયા જેવી નાની ટીમો સામે છે અને અમે ધારીએ છીએ કે ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન નામીબિયા અને સ્કોટલેન્ડ સામેની બંને મેચો જીતશે.
- આ સ્થિતિમાં ભારત, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડના છ પોઈન્ટ હશે, પરંતુ વધુ સારા નેટ રન રેટ સાથે ભારત સેમિફાઈનલમાં પહોંચશે. હાલમાં, ભારતનો નેટ રન રેટ +0.073 છે, ન્યુઝીલેન્ડનો રન રેટ +0.816 છે અને અફઘાનિસ્તાનનો રન રેટ +1.481 છે.
- જો ન્યુઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાનને હરાવશે તો ભારત માટે સેમીફાઈનલના દરવાજા બંધ થઈ જશે અને ન્યુઝીલેન્ડ તેની બાકીની બંને મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે. આ કિસ્સામાં રન રેટ પર પણ કોઈ અસર થશે નહીં. ભારતના છ પોઈન્ટ અને અફઘાનિસ્તાનના ચાર પોઈન્ટ હશે. આ બંને ટીમ સેમિફાઈનલમાંથી બહાર થઈ જશે.
- જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને મોટા અંતરથી હરાવશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં પણ ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનના છ પોઈન્ટ હશે, પરંતુ સારા રન રેટના આધારે અફઘાન ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. આ સાથે જ પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવાનું નક્કી થઈ ગયું છે.
ભારતનું હવે શેડ્યુલ શું છે?
ભારત હવે 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામિબિયા સામે ટકરાશે. જો ભારતે સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો આ તમામ મેચો મોટા અંતરથી જીતવી પડશે. હવે વિરાટ કોહલી ટોસ જીતીને બોલિંગ કરી શકે છે અને મોટો સ્કોર બનાવીને વિરોધી ટીમને વધુ રનથી હરાવવાનો પ્રયાસ કરી શકે છે. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે ઓછામાં ઓછી વિકેટ ગુમાવીને જીતવી પડશે.
બીજા નંબરે રહેવા પર બીજા ગ્રુપની ટોપ ટીમ સામે ટક્કર થશે
ભારત બીજા સ્થાને રહેવાની સાથે જ તેને ગ્રુપ 1માં ટોચ પર રહેલી ટીમ સામે ટક્કર આપવી પડશે. ઈંગ્લેન્ડ ગ્રુપ 1માં તેનું પ્રબળ દાવેદાર છે. માનવામાં આવે છે કે આ ટીમ નંબર વન પર રહેશે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી તેની તમામ ચાર મેચ જીતી છે અને ઘણી વખત મોટા માર્જિનથી જીતી છે. હવે માત્ર દક્ષિણ આફ્રિકા જ ઈંગ્લેન્ડને પડકાર આપી શકે છે. ભારતે વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેમને હરાવીને ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.