શોધખોળ કરો

IND vs AUS Final: હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, સ્લો ઓવર રેટ બદલ આઇસીસીએ ફટકાર્યો દંડ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે.

WTC 2023 Final IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ બદલ ટીમ ઈન્ડિયા પર સંપૂર્ણ મેચ ફીનો દંડ લગાવ્યો છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. લંડનના ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપ ફ્લોપ સાબિત થઈ હતી.

ફાઇનલમાં સ્લો ઓવર રેટ બદલ ભારતને સંપૂર્ણ મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ટાર્ગેટ સમય કરતાં 5 ઓવર પાછળ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 4 ઓવર પાછળ હતી. આના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ નુકસાન થયું છે. આઇસીસીએ શુભમન ગિલને દંડ પણ ફટકાર્યો છે. તેના પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફાઇનલમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. આ પછી ટીમે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 296 રન અને બીજા દાવમાં 234 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચની બીજા દાવમાં શુભમન ગિલને આઉટ આપવાનો નિર્ણય ખૂબ વિવાદાસ્પદ રહ્યો હતો. તેના કેચને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.

ભારતીય ઓપનર ગિલ ફાઈનલ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રોહિત 15 રન બનાવીને અને પૂજારા 14 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. ભરતે 5 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ગિલ 18 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારા 27 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાની હાર માટે ખરાબ બેટિંગ પ્રદર્શન મોટાભાગે જવાબદાર રહ્યું હતું.

Ind vs Aus: 10 વર્ષમાં ચાર ફાઇનલ અને ચાર સેમિફાઇનલ હારી ટીમ ઇન્ડિયા, સૌથી વધુ ફાઇનલ હારવામાં આ ટીમની કરી બરોબરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget