IND vs AUS: વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે શરુઆત, કોહલી-રાહુલની શાનદાર ઈનિંગ
World Cup 2023: આજે ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ચેન્નાઇના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે
LIVE
![IND vs AUS: વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે શરુઆત, કોહલી-રાહુલની શાનદાર ઈનિંગ IND vs AUS: વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે શરુઆત, કોહલી-રાહુલની શાનદાર ઈનિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/f1426ce0e37164634b2975aa836ad6781696782211227143_original.jpg)
Background
India vs Australia Live Score, World Cup 2023: આજે ભારતીય ટીમ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ ચેન્નાઇના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે. આજની મેચમાં ભારત માટે કેટલાય પડકારો છે. આજની મેચમાં ભારતની બેટિંગની પરીક્ષા કાંગારુ બૉલરો સામે થવાની છે.
IND vs AUS Full Match Highlights: ભારતે ઓસ્ટ્રેલિયાના 6 વિકેટથી હરાવ્યું
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટી દીધી. કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે 49.3 ઓવરમાં 199 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચ જીતવા માટે ભારતે 300 બૉલમાં માત્ર 200 રન બનાવવા પડશે. જોકે, પિચ પર બેટિંગ કરવી આસાન નથી. આવી સ્થિતિમાં ભારતે થોડી સાવધાની સાથે રમવું પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી આ મેચમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. વોર્નરે પણ 41 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સ્ટાર્કે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને બે-બે વિકેટ મળી હતી. સિરાજ, હાર્દિક અને અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ 189 રનના સ્કૉર પર પડી હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. ઝમ્પાએ 20 બૉલમાં છ રન બનાવ્યા હતા. હવે હેઝલવુડ સ્ટાર્ક સાથે ક્રીઝ પર છે. 49 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 9 વિકેટે 195 રન છે.
બુમરાહે કમિન્સને આઉટ કર્યો
ઓસ્ટ્રેલિયાએ 165 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રીત બુમરાહે પેટ કમિન્સને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો. કમિન્સે 24 બૉલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા. હવે સ્ટાર્ક સાથે એડમ ઝમ્પા ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 150 રનને પાર
ઓસ્ટ્રેલિયાનો સ્કૉર સાત વિકેટના નુકસાન સાથે 150 રનને પાર કરી ગયો છે. પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક ક્રિઝ પર છે. આ બંને અંત સુધી ટકી રહેવા અને પોતાની ટીમના સ્કૉરને 200 રનની નજીક લઈ જવા ઈચ્છે છે. 40 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 156/7 છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)