શોધખોળ કરો

IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11

India vs Bangladesh 1st T20:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (6 ઓક્ટોબર) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે.

India vs Bangladesh 1st T20:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (6 ઓક્ટોબર) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાવા જઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવ કરશે જ્યારે નઝમુલ હુસૈન શાંતો બાંગ્લાદેશી ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

...તો આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે!

આ પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ-11 પર પણ નજર રહેશે. મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા આ મેચ દ્વારા ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી શકે છે. મયંકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 દરમિયાન સતત 150 KMPH ની ઝડપે બોલિંગ કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું, જો કે, ઈજાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી અધવચ્ચે જ ખસી જવું પડ્યું હતું.

બીજી તરફ ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પણ આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્રભાવિત કર્યો હતો. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પણ IPL 2024માં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોઈપણ રીતે, શિવમ દુબેના એક્ઝિટને કારણે, નીતીશનો પ્લેઈંગ-11 માટેનો દાવો ઘણો મજબૂત બન્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

ટીમમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બે મોટા નામ છે. તેના સિવાય ટી20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમનો ભાગ રહેલા અર્શદીપ સિંહને પણ આ સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હોવાને કારણે અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓ પાસે તેમની કુશળતા બતાવવાની આ શ્રેષ્ઠ તક મળશે.

આ બેટ્સમેન સાથે ઓપનિંગ કરશે સેમસન
હવે ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) જાહેરાત કરી દીધી છે કે આગામી સિરીઝમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ભારત માટે ઇનિંગની શરૂઆત કરશે. સેમસન જે સતત ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો છે, હવે તેમને આખી સિરીઝમાં ઓપનિંગ કરવાની તક મળી રહી છે. સેમસનને ઓપનિંગ સ્લોટ પર પ્રમોટ કરવાનું એક કારણ એ પણ છે કે બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં અભિષેક શર્મા એકમાત્ર એવા ખેલાડી છે જે નિયમિત ઓપનર તરીકે રમે છે.સેમસન ભારત માટે એક ઓપનર તરીકે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ IPLમાં તેઓ રાજસ્થાન રોયલ્સ માટે રમતા ઓપનર તરીકે ઘણા રન બનાવતા આવ્યા છે.

ગ્વાલિયરમાં યોજાનારી મેચ પહેલાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, "સંજુ સેમસન રમશે અને ટીમ માટે ઓપનિંગ કરશે. તેમના જોડીદાર અભિષેક શર્મા હશે." આ જાહેરાત દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટને સેમસન પર કેટલો વિશ્વાસ છે. બીજી તરફ અભિષેક શર્માની વાત કરીએ તો તેમણે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને તે જ સિરીઝમાં તેમણે સદી ફટકારીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની પાયો પણ નાખ્યો હતો.

પ્રથમ T20માં ભારતના સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.

આ પણ વાંચો...

BCCI એ ટીમ ઈન્ડિયામાં અચાનક કર્યો મોટો બદલાવ, શિવમ દુબેનું સ્થાન લેશે આ ખેલાડી 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget