IND vs BAN: શું Dinesh Karthik ને ખોટી રીતે રન આઉટ અપાયો? લોકોએ ઉઠાવ્યા આ સવાલ - Video
T20 વર્લ્ડ કપ 2022માં આજે બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે.
Dinesh Karthik Run Out Video: T20 વર્લ્ડ કપ 2022માં આજે બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન દિનેશ કાર્તિક માત્ર 7 રન બનાવીને રન આઉટ થયો હતો. જો કે, ક્રિકેટ ફેન્સ દિનેશ કાર્તિકને રન આઉટ આપવાના થર્ડ એમ્પાયરના નિર્ણય અંગે ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે.
શું કાર્તિકને ખોટી રીતે રન આઉટ અપાયો?
17મી ઓવરના અંતિમ બોલ પર વિરાટ કોહલીએ બોલને ફટકાર્યો હતો. આ દરમિયાન રન દોડવા જતાં દિનેશ કાર્તિક રન આઉટ થયો હતો. આ અંગે રિવ્યુ લેવામાં આવ્યો હતો જ્યાં ફિલ્ડરનો હાથ અને બોલ સ્ટમ્પને સ્પર્શ કરે તે દરમિયાન સ્ટમ્પની લાઈટ થાય છે અને ગિલ્લીઓ પડી જાય છે. ત્યાર બાદ થર્ડ એમ્પાયરે દિનેશ કાર્તિકને રન આઉટ આપ્યો હતો. જો કે, થર્ડ એમ્પાયરના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક ક્રિકેટ ફેન્સનું કહેવું છે કે, ફિલ્ડરનો હાથ સ્ટમ્પને સ્પર્શે છે ત્યારે સ્ટમ્પની ગિલ્લીઓ પડે છે જ્યારે બોલ સ્ટમ્પને સ્પર્શતો નથી. આ સમગ્ર રિવ્યુનો વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Was it out mate? I don't think so because when Ball was hit Stumps, Stump Light was Not On After That Bowler Hit it's hand Then The Light got waked...! please watch the video @StarSportsIndia @cricketaakash @cricketworldcup @BCCI #INDvsBangladesh #DineshKarthik @DineshKarthik pic.twitter.com/3HPkEJ3GgW
— Madhur Sachdeva (@MadhurS77400) November 2, 2022
Not out...third umpire was blind#DineshKarthik pic.twitter.com/9yogiFrIcp
— parvesh rana (@MeRanaParvesh) November 2, 2022
રોહિત સસ્તામાં આઉટઃ
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય સાચો સાબિત થયો અને તસ્કીન અહેમદ અને હસન મહમૂદે શરૂઆતમાં મજબૂત બોલિંગ કરીને ભારતીય ઓપનિંગ જોડીને મુશ્કેલીમાં મુકી દીધી. અહીં રોહિત શર્મા 2 રન બનાવીને જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. હસન મહમુદે રોહિત શર્મને આઉટ કર્યો હતો.
KL રાહુલ અને વિરાટે બાજી સંભાળીઃ