IND vs BAN Test Day 3 LIVE: ત્રીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશને જીત માટે હજુ 471 રનની જરૂર
IND vs BAN 1st Test Day 3 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે,
LIVE
Background
IND vs BAN 1st Test Day 3 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે, બીજા દિવસે બાંગ્લાદેશની ટીમ બેટિંગમાં ઉતરી હતી, પરંતુ સ્થિતિ એકદમ નાજૂક રહી હતી, અને દિવસના અંતે બાંગ્લાદેશની ટીમે 8 વિકેટો ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી.
ત્રીજા દિવસની રમત પૂર્ણ
ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. બાંગ્લાદેશની ટીમ મેચ બચાવવા સંઘર્ષ કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે દિવસના અંત સુધીમાં 12 ઓવરની ઇનિંગ રમી છે, આ દરમિયાન ટીમે વિના વિકેટે 42 રન બનાવ્યા છે, આમ છતાં ટીમ હજુ ભારતીય ટીમ કરતાં 471 રન પાછળ છે. જીત માટે બાંગ્લાદેશની ટીમને હજુ 471 રનની જરૂર છે.
ભારતની બીજી ઇનિંગ ડિકલેર- સ્કૉર 258/2
ભારતીય ટીમે બીજી ઇનિંગ ડિકલેર કરી લીધી, ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે બીજી ઇનિંગને 61.4 ઓવર રમીને 2 વિકેટો ગુમાવીને 258 રનોથી ડિકલેર જાહેર કરી દીધી કરી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 512 રનોની વિશાળ લીડ મેળવી લીધી છે.
પુજારાની આક્રમક સદી
શુભમન ગીલ બાદ મીડિલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક અંદાજમાં સદી ફટકારી દીધી છે. પુજારાએ ટેસ્ટમાં આક્રમક રીતે માત્ર 130 બૉલમાં 102 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા સામેલ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ ઉપર 500થી વધુ રનોની લીડ મેળવી લીધી છે.
ભારતે 450થી વધુની લીડ
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે મજબૂત સ્થિતિમાં પહોંચી ચૂકી છે, બીજી ઇનિંગ દરમિયાન ટીમે 450થી પણ વધુ રનોની લીડ મેળવી લીધી છે. હાલમાં ક્રિઝ પર બન્ને અનુભવી બેટ્સમેનો પુજારા અને કોહલી રમી રહ્યાં છે.
પુજારાની સતત બીજી ઇનિંગમાં પણ ફિફ્ટી
ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ફોર્મ બતાવતા સતત બીજી ઇનિંગમાં પણ અર્ધશતકીય ઇનિંગ રમી છે. પુજારાએ 87 બૉલમાં પોતાના 50 રન પુરા કર્યા હતા, આ દરમિયાન તેને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.