IND vs BAN : શમીના સ્થાને આ બોલરને બાંગ્લાદેશ સામેની વન ડે સીરિઝમાં કરાયો સામેલ, જાણો વિગત
Umran Malik: તાજેતરમાં જ ઉમરાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.
Umran Malik : મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હવે ઉમરાન મલિકને રિપ્લેસમેન્ટ તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ત તાજેતરમાં જ ઉમરાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.
બીજી તરફ હાથની ઈજાને કારણે શમી વનડે શ્રેણી રમી શકશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થવાની છે. જણાવી દઈએ કે શમીને ટ્રેનિંગ સેશન દરમિયાન હાથ પર ઈજા થઈ હતી.શમીને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી પ્રેક્ટિસ ફરી શરૂ કર્યા બાદ હાથની ઈજાથી પીડિત મોહમ્મદ શમીને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને તેણે 1 ડિસેમ્બરે ટીમ સાથે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો નથી.
Umran Malik replaces Mohammed Shami for ODIs against Bangladesh
— ANI Digital (@ani_digital) December 3, 2022
Read @ANI Story | https://t.co/retO8PMM2D#UmranMalik #MohammedShami #ODI #Bangladesh #Cricket pic.twitter.com/e21Ln9q4Ys
પ્રથમ વનડે વરસાદથી ધોવાઇ જશે ? જાણો શું છે હવામાનનું અપડેટ
ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો ડિટેલ્સ.....
પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
પીચ રિપોર્ટ -
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે.
ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.