(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ફરીથી કયા દિગ્ગજ ખેલાડીની કોહલીએ કરી અવગણના ?
IND vs ENG: કેપ્ટન કોહલીએ ઈશાંત શર્મા, મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો છે. આમ કોહલીએ ફરીથી અશ્વિનને તક આપી નથી.
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટ મેચ ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. ત્રીજી ટેસ્ટમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયામાં ચોથી ટેસ્ટમાં અશ્વિનને સામેલ કરાય તેવી બધાને આશા હતી પરંતુ તેમ થયું નથી.
આજે ટોસ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, કેપ્ટન કોહલીએ ઈશાંત શર્મા, મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો છે. આમ કોહલીએ ફરીથી અશ્વિનને તક આપી નથી.
ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની ટીમમાં પણ બે બદલાવ
ઈંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જોસ બટલરના સ્થાને ઓલી પોપે અને સેમ કરનના સ્થાને ક્રિસ વોક્સને સામેલ કરાયા છે.
Toss & team news from The Oval
— BCCI (@BCCI) September 2, 2021
England have elected to bowl against #TeamIndia in the 4⃣th #ENGvIND Test
Follow the match 👉 https://t.co/OOZebP60Bk
Here's India's Playing XI 👇 pic.twitter.com/zKHU231O69
1971 બાદ ભારત અહીં જીત્યું નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ શરૃ થવા જઈ રહી છે. ભારત આ મેદાન પર ૧૩માંથી એકમાત્ર ટેસ્ટ જીતી ચૂક્યું છે. ભારતે ૧૯૭૧માં અજીત વાડેકરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતી હતી, તે રેકોર્ડ આ જ મેદાન પર નોંધાયો હતો. આજે તે વિજયની ગોલ્ડન જ્યુબિલી ચાલી રહી છે. જોકે, ભારત ત્યાર બાદ અહીં એક પણ મેચ જીતી શક્યું નથી. ૧૩માંથી ઈંગ્લેન્ડ છેલ્લી ત્રણ સહિત કુલ પાંચ ટેસ્ટ જીત્યું છે. જ્યારે સાત ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આમ કોહલી પાસે આજથી શરૂ થતી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચવાનો પણ મોકો છે.
હાલ સીરિઝ 1-1થી બરાબર
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો દેખાવ રોલરકોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે બીજી લોર્ડ્ઝ ટેસ્ટમાં ૧૫૧ રને શાનદાર વિજય મેળવતા શ્રેણીમાં ૧-૦થી બરોબરી મેળવી હતી. જોકે, હેડિંગ્લેમાં ભારતનો બંને ઈનિંગમાં ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને ૭૬ રનથી વિજય મેળવતા શ્રેણીમાં ૧-૧થી બરોબરી હાંસલ કરી હતી. હવે આજથી શરૃ થનારો ચોથો મુકાબલો બંને ટીમો માટે અત્યંત મહત્વનો બની ગયો છે.