શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચોથી ટેસ્ટની પીચ કેવી હશે ને કોને કરશે મદદ, રહાણેએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું....
એક પ્રેસ કૉન્ફરન્સમાં અજિંક્યે રહાણે પીચ અંગે કહ્યું- ચોથી ટેસ્ટમાં પણ પીચ બીજી અને ત્રીજી ટેસ્ટની જેમ જ ટર્ન લેશે. બન્ને ટીમો કમર કસી ચૂકી છે, અને લાગે છે કે ચોથી ટેસ્ટની પીચ પણ ખુબ વધારે ટર્ન લેશે
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે. આવતી કાલથી સીરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરે સ્ટેડિયમમાં શરૂ થઇ રહી છે. હાલ સીરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. ત્રીજી ડે-નાઇટ ટેસ્ટને લઇને પીચ વિવાદ વકર્યો હતો, હવે ચોથી ટેસ્ટ પણ આ જ મેદાનમાં રમાવવાની છે, ત્યારે પીચને લઇને મોટો ખુલાસો ખુદ ટીમ ઇન્ડિયાના ઉપ-કેપ્ટન રહાણે કર્યો છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં અજિંક્યે રહાણે પીચ અંગે કહ્યું- ચોથી ટેસ્ટમાં પણ પીચ બીજી અને ત્રીજી ટેસ્ટની જેમ જ ટર્ન લેશે. બન્ને ટીમો કમર કસી ચૂકી છે, અને લાગે છે કે ચોથી ટેસ્ટની પીચ પણ ખુબ વધારે ટર્ન લેશે.
રહાણે કહ્યું- મને લાગે છે કે ચોથી ટેસ્ટની પીચ ત્રીજી ટેસ્ટની પીચની સરખામણીમાં સમાન છે. આ વિકેટ બીજી ટેસ્ટ (ચેન્નાઇ ટેસ્ટ) જેવી જ લાગી રહી છે. પરિસ્થિતિ ભલે ત્રીજી ટેસ્ટમાં એટલી કઠીન ના હોય, કેમકે ગયા અઠવાડિયે ગુલાબી બૉલથી રમાયેલી ટેસ્ટ બે દિવસની અંદર ખતમ થઇ ગઇ હતી, પરંતુ ચોથી ટેસ્ટ મેચ લાલ બૉલથી રમાશે.
નોંધનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે, જેમાં પ્રથમ ચેન્નાઇ ટેસ્ટ ઇંગ્લિશ ટીમે જીત હતી બાદમાં બીજી ચેન્નાઇ અને ત્રીજી અમદાવાદની ડે નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમે વળતો હૂમલો કરીને બન્ને ટેસ્ટ જીતી લીધી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion