શોધખોળ કરો
Advertisement
IND vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડીઓને પડતા મુકાયા, જાણો કોને મળ્યું સ્થાન
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનારા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય મયંક અગ્રવાલનો સમાવેશ નથી કરાયો.
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે ચેન્ન્ઈમાં રમાઈ રહી છે. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચના કેટલાક કલાક પહેલા જ ટીમ ઇન્ડિયાને ઝાટકો લાગ્યો છે. સ્પિનર બોલર અક્ષર પટેલ ઇજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો છે. અક્ષર પટેલની જગ્યાએ હવે સ્પિનર શાહવાજ નદીમ અને રાહુલ ચહરને તક આપવામાં આવી છે. ટેસ્ટ સીરીઝ બાદ બન્ને ટીમ પાંચ મેચની ટી20 અને ત્રણ મેચની વનડે સીરીઝ રમશે.
અક્ષર પટેલની ઇજાને લઈને બીસીસીઆઈએ કહ્યું કે, “અક્ષર પટેલને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ પેટીએમ ટેસ્ટથી બહાર કરવામાં આવ્યો છે. ગઈકાલે ટીમ ઇન્ડિયાના વૈકલ્પિક ટ્રેનિંગ સેશન દરમિયાન ઇજાની તેણે ફરિયાદ કરી હતી. હાલમાં મેડિકલ ટીમ તરફથી તેની સારવાર ચાલી રહી છે અને વિસ્તૃત રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તે શરૂઆતની મેચ માટે ઉપલબ્ધ નહીં હોય.”
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનારા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય મયંક અગ્રવાલનો સમાવેશ નથી કરાયો.
આજની ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, નદીમ, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહપંડ્યાને કેમ નહીં મળે અંતિમ 11માં સ્થાન
આ ઉપરાંત હાર્દિક પંડ્યાને પણ પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, પંડ્યાનો આગામી વર્ષે રમાનારા ટી 20 વર્લ્ડકપને લઇ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ પંડ્યા અને બુમરહાની ફિટનેસ પર નજર રાખવા માંગે છે. પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે વન ડે અને ટી 20માં શાનદાર બેટિંગ કરી હતી પણ બોલિંગ કરી નહોતી. જો પંડ્યા બોલિંગ માટે ફિટ થઈ જાય તો ભારત માટે ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટો મેચ વિનર બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement