Ind Vs Eng: શાસ્ત્રી, પિટરસન અને નાસિર વચ્ચે ચાલુ કોમેન્ટ્રી દરમિયાન થઈ 'લડાઈ', વીડિયો થયો વાયરલ
એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા અહીં મજબૂત સ્થિતિમાં છે અને દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે.
Ind vs Eng, 5th Test: એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા અહીં મજબૂત સ્થિતિમાં છે અને દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. ક્રિકેટના મેદાન સિવાય કોમેન્ટ્રી બોક્સમાં પણ મસ્તી ભરેલી મનોરંજક ક્ષણ જોવા મળી હતી, જેમાં રવિ શાસ્ત્રી, કેવિન પીટરસન અને નાસિર હુસૈન વચ્ચે એક સાથે રમૂજ કરતા જોવા મળ્યા હતા. રવિ શાસ્ત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી જેમાં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા તમામ કોમેન્ટેટર હાજર છે. પરંતુ અહીં એક ખેલ થઈ ગયો હતો, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈનને મૂળ ફોટોમાંથી કાપવામાં આવ્યો.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોમેન્ટ્રી દરમિયાન જ્યારે નાસિર હુસૈન કોમેન્ટ્રી કરી રહ્યો હતો ત્યારે તેણે તેનો ઉલ્લેખ કર્યો હતો. નાસિર હુસૈને કહ્યું કે, રવિ શાસ્ત્રીએ મને ફોટોમાંથી હટાવી દીધો અને હું તેમના જીવનમાંથી બહાર થઈ ગયો. આટલું જ નહીં, નાસિર હુસૈને કહ્યું કે, આ ફોટોમાં રવિ શાસ્ત્રીએ તેમના સિવાય બધાને ટેગ કર્યા છે.
જોકે, આવું કેવિન પીટરસને કર્યું હતું, જેનો ઉલ્લેખ નાસિર હુસૈને પણ કર્યો હતો. બાદમાં કેવિન પીટરસન અને રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી બોક્સમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્રી બોક્સમાં મસ્તીનો આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
"I've just been cropped out of Ravi Shastri's life, cancelled!" 😪💔
— Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022
Ravi (or was it? 👀) broke Nasser's heart 🤣👇#ENGvIND pic.twitter.com/gAzr8TP7b6
આ પણ વાંચોઃ
હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...