Ind vs Eng U-19 WC Final: પાંચમી વાર ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે ભારત, જાણો કેવી હશે આજની ટીમ ઇન્ડિયા
મેદાનની બહાર કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમવા છતાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી છે,
Ind vs Eng U-19 WC Final: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સાંજે 6.30 વાગ્યાથી અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અત્યાર સુધી સતત પાંચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં સેમિ ફાઇનલ જીતના હીરો કેપ્ટન યશ ધ્રૂલ પર બધાની નજર રહેશે.
ટીમ ઇન્ડિયાએ સતત 4 વાર બનાવી છે ફાઇનલમાં જગ્યા-
ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપમાં આ પહેલા 7 વાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જેમાંથી ટીમ 4 વાર ખિતાબ જીતી ચૂકી છે. મોટી ખાત એ છે કે ભારતીય ટીમ વર્ષ 2016 થી સતત 4 વાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. બીજીબાજુ ઇંગ્લેન્ડ ટીમનો ઇરાદો ઇતિહાસ રચવાનો છે, અને બન્ને ટીમોની વચ્ચે આ મેચ રોમાંચક બની રહેશે.
ભારતીય ટીમ-
યશ ધુલ (કેપ્ટન), હરનૂર સિંહ, અંગકૃષ રઘુવંશી, શેખ રશીદ, નિશાંત સિન્ધૂ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, માનવ પારખ, કૌશલ તામ્બે, રાજવર્ધન હંગરગેકર, વિકી ઓસ્તવાલ, ગર્વ સાંગવાન, દિનેસ બાના, આરાધ્ય યાદવ, રાજા બાવા, વાસુ વસ્ત, રવિ કુમાર.
ઇંગ્લેન્ડની ટીમ-
ટૉમ પ્રેસ્ટ (કેપ્ટન), જૉર્જ બેલ, જોશુઆ બૉયડેન, એલેક્સ હોર્ટન, રેહાન અહેમદ, જેમ્સ સેલ્સ, જૉર્જ થૉમસ, થૉમસ એસ્પિનવાલ, નાથન બર્નવેલ, જેકબ બેથેલ, જેમ્સ કોલેસ, વિલિયમ લક્સટન, જેમ્સ રિયૂ, ફતેહ સિંહ, બેન્ઝામિન ક્લિફ.
કોરોનાના કેર વચ્ચે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી-
મેદાનની બહાર કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમવા છતાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી છે, જે ખરેખરમાં ખેલાડીઓની પ્રતિભા અને ટીમનો જોશ બતાવે છે. કેપ્ટન યશ ધૂલ અને ઉપકેપ્ટન શેખ રશીદ સંક્રમણના કારણે ત્રણમાંથી બે મેચો ન હતા રમી શક્યા, છતાં ટીમ સ્પીરીટના કારણે ફાઇનલમાં ભારતીય ટીમની એન્ટ્રી થઇ છે.
સેમિ ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ-
U-19, IND vs AUS, અંડર 19 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે ફરી એકવાર દમદાર પ્રદર્શન કર્યુ હતુ, ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 96 રનથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો, સેમિ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીતનો હીરો કેપ્ટન યશ ધુલ (110 રન) રહ્યો, ધુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધુલની સાથે મેચમાં શેખ રશીદે પણ ઉપયોગી 94 રન ફટકાર્યા હતા.
અફઘાનિસ્તાનને માત આપી ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચ્યુ-
ઇંગ્લેન્ડ ટીમ 24 વર્ષમાં પહેલીવાર અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ છે, ઇંગ્લિશ ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં હારવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....