IND vs NED T20: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડકપમાં બીજી જીત, નેધરલેન્ડ્સને 56 રનોથી હરાવ્યુ
India vs Netherlands T20 World Cup: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો સુપર 12માં પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે,
LIVE
Background
India vs Netherlands T20 World Cup: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો સુપર 12માં પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે, મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે નેધરલેન્ડ્સને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ભારત આજે જો મેચ જીતી લે છે તો સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે દાવો ઠોકી દેશે.
નેધરલેન્ડ્સ સામે 56 રનથી ભારતની જીત
180 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. નેધરલેન્ડ્સની ટીમે 20 ઓવર રમીને 9 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા, ભારત સામે આ મેચમાં ટીમને 56 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની ધારદાર બૉલિંગ આગળ નેધરલેન્ડ્સની કોઇપણ બેટ્સમેન 20 રનને પાર કરી શક્યો નહતો. નેધરલેન્ડ્સ તરફથી સૌથી વધુ રન ટિમ પ્રિન્ગલે 20 રન બનાવ્યા હતા.
ભારતની શાનદાર બૉલિંગ
ટી20 વર્લ્ડકપમાં ભારતે ફરી એકવાર શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર 2, અર્શદીપ સિંહ 2 તથા અક્ષર અને અશ્વિને 2-2 વિકેટો ઝડપી હતી. ભુવીએ 3 ઓવરના પોતાના સ્પેલમાં માત્ર 9 રન આપીને 2 મેઇડન સાથે 2 વિકેટો ઝડપી હતી.
નેધરલેન્ડ્સના 50 રન પુરા
ભારત સામે નેધરલેન્ડ્સના 50 રન પુરા થઇ ચૂક્યા છે, 10 ઓવરમાં ટીમે 50 રનનો આંકડો પાર કરી લીધો છે. 10 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને નેધરલેન્ડ્સે 51 રન બનાવી લીધા છે. કૉલિન એકરમેન 13 રન અને ટૉપ કૂપર 3 રન બનાવીને ક્રિઝ પર છે.
અક્ષરે અપાવી બીજી સફળતા
ભારતને બીજી સફળતા અક્ષરે અપાવી છે, અક્ષર પટેલે મેક્સ ઓ ડૉડને 16 રને ક્લિન બૉલ્ડ કર્યો છે. 6 ઓવરના અંતે નેધરલેન્ડ્સનો સ્કૉર 2 વિકેટના નુકશાને 27 રન પર પહોંચ્યો છે. અત્યારે લીડે 7 રન અને એકરમેન 2 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતને પ્રથમ સફળતા
ભારતીય ટીમના સ્ટાર બૉલર ભુવનેશ્વર કુમારે ત્રીજી ઓવરમાં ટીમને પ્રથમ સફળતા અપાવી છે. 2.2 ઓવરમાં ભુવીએ નેધરલેન્ડ્સના ઓપનર વિક્રમજીત સિંહને બૉલ્ડ કર્યો, વિક્રમજીતને 9 બૉલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન જવુ પડ્યુ હતુ, ટીમનો સ્કૉર અત્યારે 3 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 11 રન પર પહોંચ્યો છે, મેક્સ ઓડૉડ 9 રન અને બાસ ડી લીડે શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.