(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ 2nd ODI Score: બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટે વિજય, ન્યૂઝીલેન્ડ સામે જીતી સીરિઝ
IND vs NZ 2nd ODI Score Live: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રમાઇ રહી છે, આજે રાયપુરના ગ્રાઉન્ડ પર બન્ને ટીમો, એક સીરીઝ જીતવા તો બીજી સીરીઝ બચાવવા પ્રયાસ કરશે.
LIVE
Background
IND vs NZ 2nd ODI Score Live: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રમાઇ રહી છે, આજે રાયપુરના ગ્રાઉન્ડ પર બન્ને ટીમો, એક સીરીઝ જીતવા તો બીજી સીરીઝ બચાવવા પ્રયાસ કરશે. ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયા પહેલાથી 1-0થી લીડ બનાવી ચૂકી છે. જ્યારે સામે કીવી ટીમ અત્યારે આઇસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ છે.
બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો વિજય
ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. કેપ્ટન રોહિત શર્માની 51 રનની ઇનિંગ અને શુભમન ગિલના અણનમ 40 રનની મદદથી ભારતે આ આસાન વિજય નોંધાવ્યો હતો. 3 મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે અને સીરીઝ જીતી લીધી છે.
રોહિત-ગીલ ક્રિઝ પર, 10 ઓવર પુરી
10 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર વિના વિકેટે 52 રન પર પહોંચી ગયો છે. અત્યારે કેપ્ટન રોહિત શર્મા 40 બૉલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે, આ દરમિયાન તેને 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ગીલે 20 બૉલમાં 14 રન બનાવી લીધા છે, ગીલ પણ 2 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.
ટીમ ઇન્ડિયાના 50 રન પુરા
ભારતીય ટીમના 50 રન પુરા થઇ ચૂક્યા છે. 9.4 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 51 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર રોહિત શર્મા 37 રન અને 14 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતની બેટિંગ શરૂ
109 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રિઝ પર છે, 5 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 24 રન પર પહોંચ્યો છે. અત્યારે રોહિત 18 અને ગીલ 6 રન બનાવીને રમી રહ્યાં છે.
કીવી ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ
ટૉમ લાથમના નેતૃત્વ વાળી કીવી ટીમે ભારતીય બૉલરો સામે ધૂંટણી બેસી ગઇ હતી. શરૂઆતમાં જ માત્ર 9 રનમાં ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. બાદમાં એક પછી એક વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરને ન હતો પહોંચી શક્યો. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર 3 બેટ્મસેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા, જેમાં ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા, આ સિવાય માઇકલ બ્રાસવેલ 22 રન અને મિશેલ સેન્ટનર 27 રન બનાવી શક્યા હતા. ઓવરઓલ ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરની વનડેમાં માત્ર 34.3 ઓવરોનો સામનો કર્યો અને 108 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.