Vadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ
વડોદરાથી ભરૂચ નેશનલ હાઈવે 48 પર પણ કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો. કાર, મીની બસ, પેસેન્જર વાહનોના ટોલ સાથે જ કોમર્શિયલ ટેક્સમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો. જેમાં કારનો જૂનો ટોલ ટેક્સ 105થી વધારીને 155 રૂપિયા કરાયો છે. જ્યારે ફાસ્ટેગ વગરની કારનો ટોલ ટેક્સ 155થી વધારીને 310 રૂપિયા કરાયો છે. બીજી તરફ મીની બસ અને મીની ટેમ્પોનો ભાવ પણ વધારીને 180થી વધારીને 245 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટેગ વગરની મીની બસ અને મીની ટેમ્પોના ટોલ ટેક્સ 270 રૂપિયાથી વધારીને 490 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રક અન બસનો ટોલ ટેક્સ 360 રૂપિયાથી વધારીને 515 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટેગ વગરની ટ્રક અને બસનો ટોલ ટેક્સ 540 રૂપિયાથી વધારીને એક હજાર 30 રૂપિયા કરવામાં આવ્યો છે. એ જ રીતે ટુ એક્સલ થ્રી એક્સલ સુધીના કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં પણ ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાતોરાત ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જુનો ટોલ ટેક્સ જ યથાવત રાખવાની વાહન ચાલકો માગ કરી રહ્યા છે.