T20: ભારત-ન્યૂઝીલેન્ડ, કોણ-કોના પર પડ્યુ છે અત્યાર સુધી ભારે ? જાણો બન્નેના હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે.
IND vs NZ: ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાંથી બહાર થયા બાદ આજે ફરી એકવાર બે ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાઇ રહી છે. બન્ને ટીમોનો વર્લ્ડકપ સારો રહ્યો હતો પરંતુ ચેમ્પીયન બનવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ ખાસ વાત છે કે આગામી 18 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, અને બન્ને ટીમો વેલિંગટનમાં ટકરાશે, સીરીઝ શરૂ થાય તે પહેલા બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ જોવા જોઇએ, જાણો બન્ને ટીમોમાંથી ટી20માં કોનુ પલડુ રહ્યું છે ભારે.......
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.
ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો.
કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.
શું હશે મેચનું ટાઇમિંગ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે.
ક્યાં રમાશે પહેલી ટી20 મેચ
સીરીઝની પહેલી મેચ વેલિંગટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે.