IND vs PAK: પાકિસ્તાનને હરાવ્યા બાદ ખુશ થયેલા કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો, જુઓ Video
પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ રોહિત શર્માએ મેદાન પર વિરાટ કોહલીને ઉંચકી લીધો હતો.
Rohit Sharma Lifted Virat Kohli: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ રોહિત શર્માએ મેદાન પર વિરાટ કોહલીને ઉંચકી લીધો હતો.
કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધોઃ
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
King kohli 🔥🔥 hardhik #ICCT20WorldCup2022 #ICCT20WorldCup #INDvsPAK2022 #ViratKohli #HardikPandya pic.twitter.com/8iFX0whUyr
— Ramesh (@RameshArudras) October 23, 2022
નબળી શરૂઆત બાદ જીત્યું ભારતઃ
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.
Winning Moments🏆
— कॉशुर 🍁 🇮🇳 (@koshur_90) October 23, 2022
Rohit Sharma lifted Virat Kohli - Best Inning of #ViratKohli
#INDvsPAK2022 #IndVsPak pic.twitter.com/jHFONHg3Xb