શોધખોળ કરો

KL Rahul: દક્ષિણ આફ્રિકા સામે કેએલ રાહુલે કર્યો કમાલ, આ મામલે બન્યો ભારતનો માત્ર ત્રીજો બેટ્સમેન

IND vs SA, 1st Test: ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો પ્રથમ દાવ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગયો હતો.

IND vs SA, 1st Test: ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો પ્રથમ દાવ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગયો હતો. આજે ભારતે આઠ વિકેટે 208 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 37 રન ઉમેરી શકી હતી. આજે પહેલો ફટકો મોહમ્મદ સિરાજ (22 બોલમાં 5 રન)ના રૂપમાં લાગ્યો હતો, જેને ગેરાલ્ડ કોએત્ઝીએ પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે જ નાન્દ્રે બર્જરે રાહુલને ક્લીન બોલ્ડ કરીને ભારતની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આજે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર આવી ત્યારે રાહુલ 70 રન બનાવીને રમી રહ્યો હતો. આ પછી, તેણે કોએત્ઝીની બોલ પર છગ્ગો ફટકારીને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી પૂરી કરી. તે 137 બોલમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 101 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરને ત્રણ, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝીને એક-એક વિકેટ મળી હતી.

કેએલ રાહુલે સદી ફટકારવાની સાથે એક અનોખી સિદ્ધિ મેળવી હતી. તે ભારતના બેટ્સમેન દ્વારા ટેસ્ટ સદીમાં બાઉન્ડ્રી દ્વારા સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો હતો.

  • 87.85 એસ ધવન (94/107) વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2018
  • 80.65 વીવીએસ લક્ષ્મણ (100/124*) વિ ન્યુઝીલેન્ડ, નેપિયર 2009
  • 79.20 કેએલ રાહુલ (80/101) વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023

સેન્ચુરિયનમાં રાહુલની સતત બીજી ટેસ્ટ સદી

સેન્ચુરિયનમાં રાહુલની આ સતત બીજી ટેસ્ટ સદી છે. 2021માં બોક્સિંગ ડે ટેસ્ટમાં જ રાહુલે 248 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકામાં પણ રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી.  

પ્રથમ દિવસે શું થયું

પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને કેપ્ટન રોહિત પાંચ રન બનાવીને રબાડાનો પહેલો શિકાર બન્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને નીકળી ગયો હતો અને શુભમન ગિલ બે રન બનાવીને વિદાય થયો હતો. 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. વિરાટ 38 રન બનાવીને આઉટ થયો હતો અને શ્રેયસ 31 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિને આઠ રન અને શાર્દુલ ઠાકુરે 24 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહ પણ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે લોકેશ રાહુલે એક છેડો સાચવી રાખ્યો હતો.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ

દક્ષિણ આફ્રિકાની ટીમઃ ડીન એલ્ગર, એઇડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (સી), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
Embed widget