IND vs SA 4th T20: આવતીકાલે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?
સીરિઝને જીવંત રાખવા માટે આવતીકાલની મેચ ટીમ ઇન્ડિયાએ જીતવી જરૂરી છે
રાજકોટઃ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી મેચ જીતીને સીરિઝમાં વાપસી કરી છે. સીરિઝને જીવંત રાખવા માટે આવતીકાલની મેચ ટીમ ઇન્ડિયાએ જીતવી જરૂરી છે. પાંચ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-2થી પાછળ છે.
કેપ્ટન પંતનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. ત્રીજી T20 મેચમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની ધમાકેદાર શરૂઆત છતાં ભારતના મિડલ ઓર્ડરે સારુ પ્રદર્શન કર્યું નહોતું. સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ લયમાં પાછો ફર્યો છે. રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સારુ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધી ત્રણ ટી20 મેચ રમી છે, જેમાં તેણે બેમાં જીત મેળવી છે.
ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 18 T20 મેચ રમાઇ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 10 અને સાઉથ આફ્રિકાએ આઠ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી અને પાંચમી T20 મેચ 19 જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોરમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા
ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઇ, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ, અવેશ ખાન
સાઉથ આફ્રિકા
ક્વિન્ટન ડિકોક, અડેન માર્કરામ, ટેમ્બા બાવુમા, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, વેન પાર્નેલ, ડ્વેન પ્રીટોરિયસ, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે
રસ્તા પર ખોટી રીતે ઉભી રાખેલી ગાડીનો ફોટો મોકલનારને મળશે રુ. 500નું ઈનામઃ નિતિન ગડકરી
RAJKOT : ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ધરપકડ
કામની ટિપ્સઃ વૉટ્સએપ પરથી ડિલીટ થયેલા મેસેજ પણ તમે આસાનીથી વાંચી શકો છો, ફોલો કરો આ સ્ટેપ્સ
Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો