IND vs WI 5th T20 : ભારતે પાંચમી T 20 88 રને જીતી, 4-1થી સિરિઝ જીતી
India vs West Indies 5th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે.
LIVE
Background
India vs West Indies 5th T20 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 રમાઈ હતી, જ્યારે ચોથી અને પાંચમી ટી20 ફ્લોરિડામાં રમાઈ હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ફ્લોરિડામાં પાંચમી T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની આ છેલ્લી મેચ છે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 રમાઈ હતી, જ્યારે ચોથી અને પાંચમી ટી20 ફ્લોરિડામાં રમાઈ હતી. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓને આરામ મળી શકેઃ
આજે ઘણા ખેલાડીઓને ભારત માટે આરામ મળી શકે છે. ભારત માટે આજે રોહિત શર્મા અને ઈશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર, દીપક હુડા નંબર ચાર અને સંજુ સેમસન પાંચમા નંબર પર રમી શકે છે. આ પછી દિનેશ કાર્તિક અને અક્ષર પટેલ હશે.
વેસ્ટ ઈન્ડિઝમાં પણ ઘણા ફેરફારો થશેઃ
T20 સિરીઝ હારી ચૂકેલી કેરેબિયન ટીમ પણ આજે ઘણા ફેરફાર કરી શકે છે. જેસન હોલ્ડર, બ્રેન્ડન કિંગ અને ડોમિનિક ડ્રેક્સને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. બીજી તરફ, શમરાહ બ્રુક્સ, રોમારિયો શેફર્ડ અને કીમો પોલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શમરાહ બ્રૂક્સ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), ડેવોન થોમસ (વિકેટમેન), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, અકીલ હુસૈન, કીમો પોલ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.
ભારતે સિરિઝ 4-1થી જીતી
ભારત વેસ્ટઈન્ડિઝ સિરિઝની અંતિમ મેચમાં ભારતની 88 રને જીત થઈ છે. ભારતે સિરિઝ 4-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 189 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 100 રનમાં ખખડી ગઈ હતી. તેઓ 15.4 રનમાં 100 રન જ ઓલઆઉટ થઈ ગયા હતા.
નિકોલસ પૂરન આઉટ થયો
વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન નિકોલસ પૂરન કુલદીપ યાદવના બોલ પર LBW આઉટ થયો છે. પૂરને 6 બોલમાં 3 રન બનાવ્યા છે. હાલ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 50 રન પર 4 વિકેટ 8 ઓવર પુર્ણ થઈ
અક્ષર પટેલના બોલ પર ત્રીજી વિકેટ
પાંચમી ઓવરમાં જ અક્ષર પટેલના બોલ પર વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ ડેવોન થોમસના રુપે પડી હતી. થોમસ 10 રન બનાવી આઉટ થયો છે. હાલ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5.2 ઓવરના અંતે 37 રન અને 3 વિકેટ છે.
ઓપનર બેટ્સમેન થયા આઉટ
વેસ્ટ ઈન્ડિઝ માટે ઓપનિંગ કરવા આવેલ હોલ્ડર ખાતુ ખોલાવ્યા વગર અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે બ્રુક્સ પાંચમી ઓવરમાં 13 રન બનાવી આઉટ થયો હતો.
ભારતે 20 ઓવરના અંતે 188 રન બનાવ્યા
ભારતે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ રન આઉટ થયો હતો. અક્ષર પટેલ પણ 9 રન બનાવી આઉટ થયો હતો. કુલદીપ યાદવ 0 રન અને અવેશ ખાન 1 રન સાથે અણનમ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને જીત માટે ભારતે 189 રનનો ટાર્ગેટ આપ્યો.