IND vs WI: ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો અશ્વિન, આ મામલે અનિલ કુંબલેને પણ પછાડ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે ઘણી રીતે ખાસ છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે ઘણી રીતે ખાસ છે. અશ્વિને આ ટેસ્ટમાં અત્યાર સુધી ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારતનો બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. તેણે વધુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
The second #WIvIND Test is evenly poised heading into the final day in Trinidad.#WTC25https://t.co/4hUd6BPlKw pic.twitter.com/CqYxAH098g
— ICC (@ICC) July 23, 2023
અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો
પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 712 વિકેટ છે. આ રેકોર્ડ લિસ્ટમાં અનિલ કુંબલે (956 વિકેટ) નંબર વન પર છે. અશ્વિને હરભજન સિંહ (711 વિકેટ)ને પાછળ છોડી દીધો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
956 - અનિલ કુંબલે
712 - રવિચંદ્રન અશ્વિન
711 - હરભજન સિંહ
687 - કપિલ દેવ
610 - ઝહીર ખાન
નોંધ- તેમાં એશિયા XIની વિકેટ પણ સામેલ છે
આ રેકોર્ડ લિસ્ટમાં કુંબલેને પાછળ છોડી દીધો છે
આ સાથે જ અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે કુંબલેને પાછળ છોડી બીજા નંબર પર આવી ગયો છે. અશ્વિને હવે વેસ્ટ ઈન્ડિઝ સામે 75 વિકેટ ઝડપી છે. જ્યારે કુંબલેએ 74 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ લિસ્ટમાં કપિલ 89 વિકેટ સાથે નંબર વન પર છે.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ
89 - કપિલ દેવ
75 - રવિચંદ્રન અશ્વિન
74 - અનિલ કુંબલે
68 - શ્રીનિવાસ વેંકટરાઘવન
65 - ભાગવત ચંદ્રશેખર.
બીજી ટેસ્ટમાં ભારત જીતથી આઠ વિકેટ દૂર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી દિવસની રમતના અંત સુધી કેરેબિયન ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 8 વિકેટ લેવી પડશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 289 રન બનાવવાના છે.