IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત, પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 6 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IND-W vs PAK-W: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 6 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેણે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 105 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે નિદા ડારે સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી.
#TeamIndia are back to winning ways!
A 6-wicket win against Pakistan in Dubai 👏👏
📸: ICC
Scorecard ▶️ https://t.co/eqdkvWWhTP#T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/0ff8DOJkPM — BCCI Women (@BCCIWomen) October 6, 2024
ભારત તરફથી બોલિંગ કરતી વખતે અરુંધતિ રેડ્ડી 3 વિકેટ લેવામાં સફળ રહી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ 32 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રનની ઇનિંગ રમી હતી.
ભારત તરફથી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ઓપનિંગ કરવા આવ્યા હતા. સ્મૃતિ કંઈ ખાસ કરી શકી નહીં. તે 16 બોલમાં 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મંધાનાને સાદિયા ઈકબાલે આઉટ કરી હતી. શેફાલીએ 35 બોલનો સામનો કર્યો અને 32 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમિમાહ રોડ્રિગ્ઝે 23 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષ ખાતું પણ ખોલાવી શકી નથી. તે શૂન્ય પર આઉટ થઈ હતી. તેને ફાતિમા સનાએ આઉટ કરી હતી.
હરમનપ્રીતે 24 બોલનો સામનો કર્યો અને 29 રન બનાવ્યા હતા. પરંતુ મેચ પહેલા તે ઈજાના કારણે મેદાનની બહાર થઈ ગઈ હતી. હરમનપ્રીતને ગરદનમાં તકલીફ હતી. દીપ્તિ શર્મા 7 રન બનાવીને અણનમ રહી હતી. તેણે 8 બોલનો સામનો કર્યો હતો. અંતે સજના સજીવને ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. તેણે 4 અણનમ રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 18.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ફાતિમાએ 2 વિકેટ લીધી
પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે ફાતિમા સનાએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. સાદિયા ઈકબાલે 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા. તેની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. તેના માટે નિદા ડારે 28 રનની ઇનિંગ રમી હતી. 34 બોલનો સામનો કરીને તેણે એક ફોર ફટકારી હતી. મુનીબા અલીએ 26 બોલમાં 17 રન બનાવ્યા હતા. મુનીબાએ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ફાતિમા સના 13 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. તેણે 8 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. સૈયદ અરુબા 14 રન બનાવીને અણનમ રહી હતી. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં.