શોધખોળ કરો

IND vs NZ Match Highlights: ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી ચોથી વખત વિશ્વ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, શમીની 7 વિકેટ

IND vs NZ Match Highlights:  ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ભારત ચોથી વખત વિશ્વ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારતીય ટીમ તેનો ત્રીજો વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ રમવાની છે.

IND vs NZ Match Highlights:  ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ભારત ચોથી વખત વિશ્વ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારતીય ટીમ તેનો ત્રીજો વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ રમવાની છે. આ શાનદાર મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં ભારતનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે થશે.

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીનું મહત્વનું યોગદાન હતું. કોહલી અને અય્યરે બેટિંગમાં સદી ફટકારી હતી જ્યારે શમીએ બોલિંગમાં સાત વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. આ રીતે ભારતે ચાર વર્ષ પહેલા મળેલી હારનો બદલો લીધો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 397 રન બનાવ્યા હતા. પ્રથમ દાવ બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આસાનીથી મેચ જીતી લેશે, પરંતુ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે અંત સુધી મચક આપી નહોતી. ડેરિલ મિશેલે ન્યૂઝીલેન્ડની આશાઓને અંત સુધી જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો, જેણે 119 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તેની ઇનિંગ ટીમને મદદ કરી શકી ન હતી.

પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીએ ભારત માટે 117 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીની 50મી સદી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 80 રન બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વખતની જેમ રોહિત શર્માએ સારી શરૂઆત આપી અને 29 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી.

398 રનના મોટા લક્ષ્‍યાંકનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, તેમ છતાં ન્યુઝીલેન્ડે એવું અનુભવવા દીધું નહીં કે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં છે. કિવી ટીમને શરૂઆતના બંને ઝટકા મોહમ્મદ શમીએ આપ્યા હતા, જેમણે છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ડેવોન કોનવે (13) અને 8મી ઓવરના ચોથા બોલ પર રચિન રવિન્દ્ર (13)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.  બે વિકેટ વહેલી પડી ગયા બાદ કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 181 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ શમીએ 33મી ઓવરના બીજા બોલ પર કિવિ કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ લઈને આ સેટ થયેલી ભાગીદારી તોડી હતી. વિલિયમસને 73 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 69 રનની ઇનિંગ રમી હતી. શમી અહીં જ ન અટક્યો અને ઓવરના ચોથા બોલ પર ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો.

ન્યુઝીલેન્ડે 220 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ભારતનો હાથ ઉપર હતો. પરંતુ પાંચમી વિકેટ માટે ડેરીલ મિશેલે ગ્લેન ફિલિપ્સ સાથે પાર્ટનરશીપ શરૂ કરી જેનાથી ફરી એકવાર ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું. ફિલિપ્સ અને મિશેલે પાંચમી વિકેટ માટે 75 રન (61 બોલ)ની ભાગીદારી કરી હતી જેને જસપ્રીત બુમરાહે 43મી ઓવરમાં ફિલિપ્સની વિકેટ લઈને તોડી હતી અને ટીમને હળવાશનો અનુભવ કરાવ્યો હતો. આ પછી 44મી ઓવરમાં કુલદીપ યાદવે માર્ક ચેમ્પમેન (02)ને પેવેલિયન મોકલ્યો હતો.

ત્યારબાદ ટીમને મોટી રાહત આપતા મોહમ્મદ શમીએ સદી ફટકાર્યા બાદ રમી રહેલા ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. શમીએ 46મી ઓવરમાં મિશેલને આઉટ કર્યો હતો, જે 134 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં શમીની આ પાંચમી વિકેટ હતી. આ પછી 48મી ઓવરમાં મિશેલ સેન્ટનર 09 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો, 49મી ઓવરમાં ટિમ સાઉથી 09 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો અને 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસન પણ 06 રને શમીનો શિકાર બન્યો.

આવી રહી ભારતીય બોલિંગ 

ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 9.5 ઓવરમાં 57 રન આપ્યા હતા. આ સિવાય સિરાજ, બુમરાહ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget