(Source: Poll of Polls)
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ,સૂર્યકુમારની ફિફ્ટી
IND vs AFG: વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે.
IND vs AFG: વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
Innings break!
A blazing counter-attacking fifty from @surya_14kumar powers #TeamIndia to 181/8 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/xtWkPFabs5#T20WorldCup | #AFGvIND pic.twitter.com/yvuQbiVbN2 — BCCI (@BCCI) June 20, 2024
સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 53 રન અને હાર્દિક પંડ્યાના 24 બોલમાં 32 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 08 રન, વિરાટ કોહલીએ 24 રન અને રિષભ પંતે 20 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબે સાત બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.
આ પછી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે 37 બોલમાં 60 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યાએ 27 બોલમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. તે 28 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યાએ 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 189.28 હતો.
જ્યારે પંડ્યાએ 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હકને 1 સફળતા મળી હતી.
સૂર્યાની સતત બીજી ફિફ્ટી, પંડ્યાએ પણ વિસ્ફોટક બેટિંગ કરી
ભારતીય ટીમની મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ટીમે 11 રનમાં રોહિત શર્મા (8)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી ઋષભ પંત (20) અને વિરાટ કોહલી (24) એ ટીમને થોડી કંટ્રોલ કરી લીધી. પરંતુ 90 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી.
ભારતે ટોસ જીત્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે કુલદીપ યાદવને તક મળી છે. તે મોહમ્મદ સિરાજના સ્થાને ટીમમાં આવ્યો છે. અફઘાનિસ્તાને પણ મોટો ફેરફાર કર્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન, નજીબુલ્લાહ ઝાદરાન, હઝરતુલ્લા ઝાઝાઈ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.