શોધખોળ કરો

India Tour Of South Africa: Omicron ને કારણે ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ રદ્દ થશે ? BCCIએ લીધો આ મોટો નિર્ણય

કાનપુરમાં પ્રથમ ટેસ્ટ પછી જ પસંદગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે પસંદગીની બેઠક મોકૂફ રાખી છે. મીડિયા અહેવાલ અનુસાર બોર્ડ પ્રવાસ આગળ ધપાવતા પહેલા સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. મહામારી કોવિડ-19 વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આગમનથી દક્ષિણ આફ્રિકાને 'જોખમમાં રહેલા દેશ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ભારત-A ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને બીજી ટેસ્ટ રમી રહી છે.

કાનપુરમાં પ્રથમ ટેસ્ટ પછી જ પસંદગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવેલ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા જતા પહેલા 5 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જ્યારે ટીમ 8 ડિસેમ્બરે રવાના થવાની હતી. પરંતુ, હજુ સુધી ખેલાડીઓને પ્રવાસના સમયપત્રક વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, મોહમ્મદ શમી, કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ બાયો બબલમાં જોડાવા માટે બીસીસીઆઈ પાસેથી માહિતીની રાહ જોઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી પછી ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે 3 ડિસેમ્બરે મુંબઈમાં ક્વોરેન્ટાઈન રહેશે.

યજમાન સરકારનું વચન

બીજી તરફ દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને બહુપ્રતિક્ષિત શ્રેણી માટે જોહાનિસબર્ગ પહોંચશે ત્યારે તેના માટે બાયો બબલ તૈયાર કરવામાં આવશે. મંત્રાલયે કોવિડ-19 નું નવું સ્વરૂપ મળવા છતાં 'A' ટીમનો પ્રસાવ યથાવત રાખવા બદલ BCCIની પણ પ્રશંસા કરી.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ કોઓપરેશન (ડુર્કો) જે આફ્રિકાનું વિદેશ મંત્રાલય છે, એ કહ્યું કે "દક્ષિણ આફ્રિકા ભારતીય ટીમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેશે." દક્ષિણ આફ્રિકા અને ભારત-A ટીમ સિવાય, બંને રાષ્ટ્રીય ટીમ માટે સંપૂર્ણપણે બાયો-સુરક્ષિત વાતાવરણ બનાવવામાં આવશે.

મંત્રાલયે કહ્યું, "ભારતીય રાષ્ટ્રીય ટીમનો પ્રવાસ દક્ષિણ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમનની 30મી વર્ષગાંઠને પણ ચિહ્નિત કરશે." દેશ આંતરરાષ્ટ્રીય ટીમની યજમાની કરનાર પ્રથમ દેશ બન્યો.

ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ નીચે મુજબ છે...

પહેલી ટેસ્ટ: 17-21 ડિસેમ્બર: વાન્ડરર્સ, જોહાનિસબર્ગ

બીજી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર: સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન

ત્રીજી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન

1લી ODI: 11 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ

2જી ODI: 14 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપટાઉન

ત્રીજી ODI: 16 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન

1લી T20: જાન્યુઆરી 19: ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન

બીજી T20: 21 જાન્યુઆરી: ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન

ત્રીજી T20: 23 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ

4થી T20: 26 જાન્યુઆરી: બોલેન્ડ પાર્ક, પાર્લ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Embed widget