આજથી આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ, જાણો ભારતની ઈલેવનમાં કોણ કોણ હશે ?
સેન્ચુરિયન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટ મેચનાં વરસાદનું વિઘ્ન નડવાની શક્યતા છે. જો કે ત્રીજા દિવસથી ટેસ્ટ મેચ રમાશે તેથી પિચ બોલરોને મદદ કરશે. તેના કારણે બંને ટીમની આકરી કસોટી થશે.
સેન્ચુરીયનઃ ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે આજે રવિવારથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. સેન્ચુરિયન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટ મેચનાં વરસાદનું વિઘ્ન નડવાની શક્યતા છે. જો કે ત્રીજા દિવસથી ટેસ્ટ મેચ રમાશે તેથી પિચ બોલરોને મદદ કરશે. તેના કારણે બંને ટીમની આકરી કસોટી થશે. આ કારણે ભારત કેવી ટીમ પસંદ કરશે તેના પર સૌની નજર છે. ખાસ કરીને બેટિંગમાં ભારત કોને તક આપે છે તે જોવાનું રહે છે.
આ ટેસ્ટ માટે પહેલાં જ મળી શકે છે. રોહિત ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી મયંક અને રાહુલના ખભા પર રહેશે. છેલ્લા થોડાક સમયથી કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે તેમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. સેન્ચુરિયન પાર્કમાં પણ ટીમ ઈન્ડિયાને આ જોડી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી બાદ ચેતેશ્વર પૂજારા નંબર-3 પર રમશે. ટેસ્ટ મેચોમાં પુજારા ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. રોહિતની ગેરહાજરીને કારણે પૂજારા પર પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.
મિડલ ઓર્ડરમાં ચોથા નંબરે કેપ્ટન વિરાટ કોહલી રમશે એ નક્કી છે. વિરાટ પછી પાંચમા નંબર માટે ત્રણ વિકલ્પ છે. શ્રેયસ અય્યર અને અજિંક્ય રહાણે તથા હનુમા વિહારી ટીમમાં નંબર-5 માટેના વિકલ્પ છે. શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં યોજાયેલી શ્રેણીમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અજિંક્ય રહાણેનું ફોર્મ આ વર્ષે ખાસ રહ્યું નથી. દક્ષિણ આફ્રિકામાં રહાણેનું પ્રદર્શન શાનદાર છે. તેથી રહાણેને વધુ એક તક મળી શકે છે. હનુમા વિહારી પણ ટીમ સાથે એક વિકલ્પ છે. હનુમા દક્ષિણ આફ્રિકા A અને ભારત A વચ્ચેની શ્રેણીમાં રમ્યો હતો.