WTC Final Day 3 Stumps: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 296 રન, લાબુશેન-ગ્રીન ક્રિઝ પર
IND vs AUS WTC Final 2023 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
IND vs AUS WTC Final 2023 LIVE Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બીજા દિવસની રમત પૂરી થવા સુધી 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ હાલમાં બેકફૂટ પર છે. ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર નિષ્ફળ રહ્યો છે. હવે ટીમને અજિંક્ય રહાણે અને શ્રીકર ભરત પાસેથી આશા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 469 રન બનાવ્યા હતા
ત્રીજા દિવસની રમત પૂરી
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 123 રન છે. કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેન સાથે અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા જ્યારે કેમેરોન ગ્રીને 7 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની લીડ 296 રનની થઈ ગઈ છે.
ટ્રેવિસ 18 રન બનાવીને આઉટ
ઓસ્ટ્રેલિયાની ટીમને બીજી ઇનિંગમાં 111 રનના સ્કોર પર ટ્રેવિસ હેડના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ હેડને 18ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હવે કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેનને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યો છે.
સ્ટીવ સ્મિથ 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
ઓસ્ટ્રેલિયાની ટીમને તેની બીજી ઇનિંગમાં 86 રનના સ્કોર પર સ્ટીવ સ્મિથના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજાએ સ્મિથને 34ના અંગત સ્કોર પર આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે.
ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજાના રુપમાં બીજી વિકેટ ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના ત્રીજા સેશનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ઇનિંગની 15મી ઓવરના પહેલા બોલ પર ખ્વાજાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ખ્વાજા 39 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન બનાવીને આઉટ થયો હતો. હવે સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
ત્રીજા દિવસનું બીજું સત્ર પૂરું
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટના ત્રીજા દિવસનું બીજું સત્ર પૂરું થઈ ગયું છે. બીજા દાવમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ બીજા સત્ર સુધી 11 ઓવરમાં 23 રન બનાવીને એક વિકેટ ગુમાવી દીધી છે. કાંગારુ ટીમને પહેલો ઝટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. ચોથી ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વોર્નરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેન ટી બ્રેક સુધી ક્રિઝ પર હાજર છે. ખ્વાજાએ 32 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 અને લાબુશેને 26 બોલમાં 8 રન બનાવ્યા છે.