શોધખોળ કરો

IND vs ENG 1st Test: ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની મોટી સિદ્ધી, બન્યો 5મો ક્રિકેટર

રવિન્દ્ર જાડેજાની ૫૬ રનની ઈનિંગને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગના સહારે ૯૫ રનની મહત્વની સરસાઈ હાંસલ કરી હતી.

IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના ત્રીજા દિવસે બંને ટીમના ખેલાડીએ રેકોર્ડ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના 183 રનના જવાબમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ હતી.એક તબક્કે ભારતે 150 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ જાડેજા અને પૂંછડીયા બેટ્સમેનોની સારી બેટિંગના કારણે મહત્વની લીડ લીધી હતી.

કેએલ રાહુલના 86 રન

ઓપનર રાહુલના ૮૪ રન તેમજ રવિન્દ્ર જાડેજાની ૫૬ રનની ઈનિંગને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગના સહારે ૯૫ રનની મહત્વની સરસાઈ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડના ૧૮૩ના સ્કોર સામે ભારતે પ્રથમ ઈનિંગમાં ૮૪.૫ ઓવરમાં ૨૭૮ રન નોંધાવ્યા હતા. રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે ૨૫ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. 

જાડેજાની મોટી સિદ્ધી

રવિન્દ્ર જાડેજાએ કારકિર્દીની ૫૩મી ટેસ્ટમાં બે હજાર રન અને ૨૦૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સૌથી ઓછી ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવનારા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે. જેમાં બોથમ ૪૨ ટેસ્ટ સાથે પ્રથમ છે. જ્યારે કપિલ દેવ ૫૦ ટેસ્ટ સાથે બીજા. ઈમરાન પણ ૫૦ ટેસ્ટ સાથે તેની સાથે છે. જે પછી અશ્વિન (૫૧ ટેસ્ટ) અને જાડેજા સ્થાન ધરાવે છે.

પ્રથમ દિવેસ ઈંગ્લેન્ડ ધરાશાયી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.બુમરાહે 46 રનમાં ચાર અને શમીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 65.4 ઓવરમાં 183 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 64 રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આખરી સાત વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી હતી. પુંછડિયા બેટ્સમેનો ખાસ ટકી શક્યા નહતા. સેમ કરને અણનમ 27 રન નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 13 ઓવરમાં વિના વિકેટે 21 રન કર્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલ 9-9ના સ્કોર પર ક્રિઝ પર હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget