IND vs ENG: ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના કયા ઘાતક બેટ્સમેને ઈંગ્લેન્ડને આપી ધમકી ?
ટીમ ઈન્ડિયાના આક્રમક ઓપનર રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ચાર તસવીરો છે. આ ચાર તસવીરોને શેર કરતાં રોહિત લેખ્યું, પ્રોસેસ એન્જોય કરો, બાકી જોઈ લઈશું.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે. સીરિઝની પ્રથમ મેચ ટ્રેંટ બ્રિજમાં રમાશે. આ માટે ભારતીય ટીમ અહીંયા પહોંચી ગઈ છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (ICC World Test Championship) ફાઈનલમાં થયેલી હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સીરિઝ માટે આકરી પ્રેક્ટિસ કરી રહી છે. રોહિત શર્મા બેટિંગની સાથે ફિલ્ડિંગમાં પણ ઘણી મહેનત કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના આક્રમક ઓપનર રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ચાર તસવીરો છે. આ તસવીરોની સાથે તેણે જે કેપ્શનલખ્યું છે તે શાનદાર છે. રોહિતે હિન્દીમાં કેપ્શન લખ્યું છે. આ કેપ્શનથી ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમને વોર્નિંગ આપી રહ્યો હોય તેમ લાગે છે. આ ચાર તસવીરોને શેર કરતાં રોહિત લેખ્યું, પ્રોસેસ એન્જોય કરો, બાકી જોઈ લઈશું.
રોહિતની તસવીરો બાદ ફેન્સે પણ કમેંટ કરી છે. એક ફેન્સે લખ્યું, તમારું વજન ઘટી ગયું છે. જ્યારે એક ફેન્સે લખ્યું આ સીરિઝમાં તમે 2-3 સદી ચોક્કસ ફટકારજો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન પણ શરૂ થઈ જશે.
View this post on Instagram
આવી હોઈ શકે છે પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ
- બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન
- ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્લી, લીડ્સ
- ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ
- પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર