શોધખોળ કરો
Advertisement
Ind vs Eng Day-night Test: 145 રનમાં ભારત ઓલઆઉટ, જો રૂટની પાંચ વિકેટ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો વચ્ચે આ એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ મળી છે. પહેલા દિવસે ત્રણ વિકેટ પર 99 રન બનાવનારી ટીમ ઈન્ડિયા બીજા દિવસે માત્ર 46 રનો પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર બોલિંગ કરતા માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી, જ્યારે લિચે 4 વિકેટ લીધી હતી.
ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે જોરદાર બૉલિંગનુ પ્રદર્શન કરતા ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. રૂટે પંત બાદ વૉશિંગટન સુંદર અને અક્ષર પટેલને પેવેલિયન મોકલી દીધા છે.
બીજા દિવસની શરૂઆતમાં જ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, રહાણ બાદ રોહિત શર્મા પણ આઉટ. ઇગ્લિશ સ્પીનર જેક લીચે રોહિત શર્માને 66 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યુ આઉટ કરી દીધો. ભારતની મુશ્કેલી વધુ વધી ગઇ, રોહિત શર્મા બાદ ઋષભ પંત પણ આઉટ થઇ ગયો છે, જો રૂટે ફૉક્સના હાથમાં પંતને ઝીલાવી દીધો.
બીજા દિવસની રમત દરમિયાન ભારતીય ટીમને ચોથો અને મોટો ફટકો લાગ્યો છે, ઉપ કેપ્ટન અજિંક્યે રહાણે માત્ર 7 રન બનાવીને જેક લીચના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો છે.
પ્રથમ દિવસ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત ફોર્મ બતાવતા 99 રન બનાવ્યા હતા, જોકે આ દરમિયાન ભારતીય ટીમે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનર શુભમન ગીલ 11 રન, ચેતેશ્વર પુજારા 0 રન અને કેપ્ટન વિરાટ કોહલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
ઇંગ્લિશ ટીમની હાલત ખરાબ....
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો વચ્ચે આ એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે.
પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય સ્પીનરોએ તરખાટ મચાવતા અક્ષર પટેલ અને અશ્વિને ઘાતક બૉલિંગ કરી હતી.
ભારતીય લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને 6 વિકેટ ઝડપી, આ ઉપરાંત ઓફ સ્પીનર આર.અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એટલુ જ નહીં ભારતીય ટીમે પણ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં સ્પીનર જેક લીચે બે વિકેટો ઝડપી હતી.
મોટેરાની પીચ પર પડી ટપોટપ વિકેટો....
મેચ શરૂ થયા પહેલા સુધી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું પણ માનવુ હતુ કે પીચ પર પિન્ક બૉલની સાથે શરૂઆતમાં ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે. પરંતુ પ્રથમ દિવસની રમતમાં કંઇક બીજુ જ જોવા મળ્યુ.
પિન્ક બૉલ ટેસ્ટની પીચમાં સામાન્ય રીતે ઘાસ કવરની કેટલીક માત્રા હોય છે, જેથી નક્કી કરી શકાય કે બૉલ જલ્દીથી ચમક ના ખોવે. પરંતુ આ મેચ પહેલા અહીં પીચ પરથી ઘાસને હટાવી દેવામાં આવ્યુ હતુ. આ કારણે અહીં સ્પીનરોને મદદ મળી અને પ્રથમ દિવસે ટપોટપ વિકેટો પડવા માંડી હતી, એક જ દિસમાં કુલ 13 વિકેટો પડી ગઇ હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજંકય રહાણે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર.અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement