શોધખોળ કરો

IND vs HK, Asia Cup 2022: T20 માં આજે પ્રથમ વખત ટકરાશે ભારત અને હોંગકોંગ, આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન

Asia Cup 2022, IND vs HK: અત્યાર સુધી એશિયા કપમાં ભારત અને હોંગકોંગ બંને સામસામે આવી ચૂક્યા છે. T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર બંને ટીમો આમને-સામને થશે.

IND vs HK, Asia Cup 2022: એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતીય ટીમ 31 ઓગસ્ટે ગ્રુપ Aની ત્રીજી ટીમ હોંગકોંગ સામે ટકરાશે. જો બંન્ને ટીમોના અગાઉના મુકાબલાની વાત કરીએ તો એશિયા કપ 2018માં બંને આમને-સામને થયા હતા. આ મેચ 50-50 ઓવરની હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયા હારથી બચી ગઈ હતી. તે જ સમયે, આ પહેલા બંને ટીમો એશિયા કપ 2008માં આમને સામને આવી હતી. એટલે કે અત્યાર સુધી એશિયા કપમાં ભારત અને હોંગકોંગ બંને સામસામે આવી ચૂક્યા છે.

T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર બંને ટીમો આમને-સામને થશે. પરંતુ છેલ્લી મેચને યાદ રાખીને ટીમ ઈન્ડિયાએ સાવધાન રહેવું પડશે. ભારતે અગાઉની બંને મેચોમાં હોંગકોંગને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે હોંગકોંગ ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતીને મુખ્ય રાઉન્ડમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે.

ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. હોંગકોંગની આ પ્રથમ મેચ હશે. ભારતની નજર આ મેચ જીતીને સુપર-4ની ટિકિટ કન્ફર્મ કરવા પર રહેશે.

હોંગકોંગે ટીમ ઈન્ડિયાનો કરી દીધો હતો શ્વાસ અધ્ધર

જો ભારત અને હોંગકોંગની છેલ્લી મેચની વાત કરીએ તો બંને ટીમો એશિયા કપ 2018માં આમને સામને આવી હતી. તે સિઝનમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી અને રોહિત શર્મા ટીમનો કેપ્ટન હતો. તે મેચમાં પ્રથમ રમતા ભારતે શિખર ધવનના 127 અને અંબાતી રાયડુના 60 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 285 રન બનાવ્યા હતા. પરંતુ 286 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની શરૂઆતે ટીમ ઈન્ડિયાને પરસેવો પાડી દીધો અને ભારતીય ચાહકોને પરેશાન કરી દીધા.

તે મેચમાં તત્કાલિન કેપ્ટન અંશુમન રથ અને વર્તમાન કેપ્ટન નિઝાકત ખાને હોંગકોંગ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રથે 73 રન બનાવ્યા અને ખાને 92 રનની ઇનિંગ રમી અને પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી કરી. મેચ ભારતના હાથમાંથી સરકી જતી હોય તેવું લાગી રહ્યું હતું. અંશુમન અને નિઝાકતની ભાગીદારીએ ભારતીય કેપ્ટન અને તમામ ખેલાડીઓની ચિંતા વધારી દીધી હતી. ટીમ પર હારનો ખતરો તોળાઈ રહ્યો હતો.

સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારત-હોંગકોંગ મેચ રવિવારે IST સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ થશે.

કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ

ભારત અને હોંગકોંગ વચ્ચેની T20 મેચનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જોઈ શકાય છે (સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ , સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ).

લાઈવ સ્ટ્રિમિંગ ક્યાંથી જોઈ શકાશે

તમે Disney+ Hotstar એપ પર ભારતીય ટીમ અને હોંગકોંગની ટીમ વચ્ચેની એશિયા કપ 2022 T20 મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget