(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ Semi Final LIVE Score: પ્રથમ સેમિફાઇનલમાં શમીનો તરખાટ, સાત વિકેટ ઝડપી ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું
IND vs NZ Semi Final LIVE Score: આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે
LIVE
Background
IND vs NZ Semi Final LIVE Score: આજે સેમિ ફાઇનલની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડકપમાં ગ્રુપ રાઉન્ડની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને પ્રથમ સેમિ ફાઈનલ આજે બુધવારે (15 નવેમ્બર) રમાશે. આ મેચમાં યજમાન ભારતને ન્યૂઝીલેન્ડનો પડકાર છે. બંને ટીમો ચાર વર્ષ બાદ ફરી એકવાર આ રાઉન્ડમાં સામસામે આવશે. છેલ્લી વખત 2019માં કીવી ટીમે કરોડો ભારતીયોના સપના તોડી નાખ્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા ઉતરશે. તેની નજર 2011 બાદ ફાઇનલમાં પહોંચવા પર છે.
ભારત ફાઇનલમાં પહોંચ્યું
વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગથી ભારતને 12 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. ભારત તરફથી શમીએ સાત વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરીને 397 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી.
મોહમ્મદ શમીએ ઝડપી પાંચ વિકેટ
ડેરીલ મિશેલ 119 બોલમાં 134 રન કરીને આઉટ થયો હતો. આ તેની પાંચમી વિકેટ ઝડપી છે. શમીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાંચ વિકેટ ઝડપી છે. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે મિશેલનું સ્વાગત કર્યું હતું
કુલદીપ યાદવે માર્ક ચેપમેનને પેવેલિયન મોકલ્યો
ન્યૂઝીલેન્ડે 44મી ઓવરમાં 298ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. માર્ક ચેપમેન સિક્સ મારવાના પ્રયાસમાં કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. તે પાંચ બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. આ મેચમાં સ્પિનરને પ્રથમ વિકેટ મળી હતી.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 250 રનને પાર
ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટના નુકસાન સાથે 250 રનને પાર કરી ગયો છે. ડેરીલ મિશેલ સદી ફટકાર્યા બાદ રમી રહ્યો છે. બીજા છેડે ગ્લેન ફિલિપ્સ સારી બેટિંગ કરી રહ્યો છે. આ બંનેએ ફરી એકવાર કિવી ટીમને માટે સારી ભાગીદારી કરી છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો દબાણ બનાવીને વિકેટ લઈ શકે છે.
શમીએ ભારતની વાપસી કરાવી
મોહમ્મદ શમીએ એક ઓવરમાં બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી છે. શમીએ પહેલા વિલિયમ્સનને આઉટ કર્યો અને પછી ટોમ લાથમને પેવેલિયન મોકલ્યો હતો. 33 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટે 220 રન છે. શમીએ કુલ ચાર વિકેટ પોતાના નામે કરી હતી.