શોધખોળ કરો

IND vs PAK: વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, 12 રન બનાવતા જ આ રેકોર્ડ બનાવશે

એશિયા કપ 2022માં સુપર-4ની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

Rohit Sharma India vs Pakistan Asia Cup 2022 : એશિયા કપ 2022માં સુપર-4ની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. પરંતુ મહિલા ક્રિકેટમાં સુઝી બેટ્સે રોહિત કરતા વધુ રન બનાવ્યા છે. રોહિત સુજીનો રેકોર્ડ તોડી શકે છે.

રોહિત પુરૂષ ક્રિકેટમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધી 134 મેચમાં 3520 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 4 સદી અને 27 અડધી સદી ફટકારી છે. પરંતુ જો આપણે મહિલા ક્રિકેટ પર નજર કરીએ તો સૌથી વધુ રન સુઝી બેટ્સના નામે છે. તેણે 3531 રન બનાવ્યા છે. રોહિત 12 રન બનાવતાની સાથે જ સુઝીનો રેકોર્ડ તોડી નાખશે. જો તેઓ પાકિસ્તાન સામે આવું કરશે તો વર્લ્ડ રેકોર્ડ તેમના નામે થઈ જશે.

ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સુઝી બેટ્સે 131 મેચમાં 3531 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 22 અડધી સદી ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સુઝીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 124 રન છે. મેગ લેનિંગ મહિલા ક્રિકેટમાં બીજા નંબર પર છે. તેણે 3211 રન બનાવ્યા છે. જ્યારે પુરુષ ક્રિકેટમાં માર્ટિન ગુપ્ટિલ બીજા નંબર પર છે. તેણે 3497 રન બનાવ્યા છે. આ દરમિયાન ગુપ્ટિલે બે સદી અને 20 અડધી સદી ફટકારી છે.

નોંધપાત્ર વાત એ છે કે એશિયા કપ 2022માં ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ હોંગકોંગ પર જીત મેળવી હતી. હવે સુપર 4માં ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ટક્કર બની શકે છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે

UAEમાં રમાઈ રહેલા 2022 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે ટકરાશે. આ વખતે મેચ સુપર-4 તબક્કામાં છે. આ શાનદાર મેચ દુબઈમાં ભારતના સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દુબઈનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 45 ટકા રહેશે. આ સિવાય 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે આ મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Embed widget