IND vs SL: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?
પ્રથમ ટી-20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે

Background
ધર્મશાળાઃ પ્રથમ ટી-20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે સીરિઝ જીવંત રાખવા માટે શ્રીલંકાએ આજની ટી-20 મેચ જીતવી જરૂરી છે. બીજી ટી20માં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.
વરસાદ પડે તેવી સંભાવના
ભારત અને શ્રીલંકા વચ્ચે વરસાદ થઈ શકે છે. બીજી T20 મેચમાં વરસાદની સંભાવના છે. ધર્મશાળા સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં ફરી એકવાર બેટ્સમેનોને મદદ મળવાની આશા છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરશે.



















