IND vs SL 3rd T20 Live: મેચ ટાઈ, સુપર ઓવરમાં થશે ફેંસલો
IND vs SL: ભારત પ્રથમ બે ટી20 જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે.
LIVE
Background
IND vs SL: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની અંતિમ મેચ રમાશે. આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે પ્રથમ બે T20માં શ્રીલંકાને ખરાબ રીતે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આજે સૂર્યા અને ગંભીરની નજર ક્લીન સ્વીપ કરવા પર રહેશે. શ્રીલંકાની ટીમ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા મેદાનમાં ઉતરશે.
શ્રીલંકા સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં પહેલો ફેરફાર સંજુ સેમસનના રૂપમાં જોવા મળી શકે છે. બીજી ટી20માં શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલ ત્રીજી ટી20માં વાપસી કરી શકે છે. બીજી T20માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સંજુ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને 'ગોલ્ડન ડક' પર બોલ્ડ થયો હતો.
આ સિવાય બીજો ફેરફાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના રૂપમાં થઈ શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમને ત્રીજી ટી-20ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લી બંને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે.
શ્રીલંકાનો મિડલ ઓર્ડર પ્રથમ બે T20માં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન ચરિથ અસલંકા ત્રીજી ટી20માં કેટલાક ફેરફાર કરી શકે છે. સિનિયર બેટ્સમેન દિનેશ ચાંદીમલને આજે તક મળે તેવી શક્યતા છે. લંકા પ્રીમિયર લીગમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકા સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રેયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.
ત્રીજી T20માં શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે
કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, કુસલ પરેરા, દિનેશ ચંદીમલ/અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરાંગા, મહેશ થીક્ષાના, રમેશ મેન્ડિસ/દિલશાન મધુશંકા, મથિશા પાથિરાના અને અસિથા ફર્નાન્ડો.
મેચ સુપર ઓવરમાં પહોંચી
શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. હવે સુપર ઓવરમાં વિજેતા નક્કી થશે. 110 રન સુી શ્રીલંકાએ 1 વિકેટ ગુમાવી હતી ત્યાંથી તેમનો આસાન વિજય લાગતો હતો. પરંતુ વોશિંગ્ટન સુંદર અને સૂર્યકુમાર યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
19મી ઓવરમાં પણ મળી 2 સફળતા
ભારતને 19મી ઓવરમાં પણ 2 સફળતા મળી હતી. રિંકુ સિંહે 19મી ઓવરમાં કુસલ પરેરા અને રમેશ મેન્ડિસની વિકેટ લીધી હતી. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીતવા 6 રનની જરૂર છે અને 4 વિકેટ હાથમાં છે.
વોશિંગ્ટન સુંદરે સતત 2 બોલ પર વિકેટ લીધી હતી
આ મેચમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે. વોશિંગ્ટન સુંદરે 17મી ઓવરમાં સળંગ બોલ પર વેનેન્દુ હસરાંગા અને કેપ્ટન ચરિથ અસલંકાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે શ્રીલંકાનો સ્કોર 17 ઓવર બાદ 4 વિકેટે 117 રન છે. હવે શ્રીલંકાને છેલ્લા 18 બોલમાં 21 રનની જરૂર છે.
ભારતને મળી બીજી સફળતા
રવિ બિશ્નોઈએ ભારતને બીજી સફળતા અપાવી હતી. તેણે કુલસ મેન્ડિસને 43 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. 4 ઓવરના સ્પેલમાં તેણે 38 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોકે મેચમાં શ્રીલંકા જીતથી થોડું જ દૂર છે.
મેચ ભારતના હાથમાંથી સરકી
શ્રીલંકાનો સ્કોર 15 ઓવર બાદ 1 વિકેટે 108 રન છે. હવે શ્રીલંકાને 30 બોલમાં 30 રનની જરૂર છે. અત્યારે કુસલ મેન્ડિસ 39 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કુસલ પરેરાએ 24 બોલમાં 38 રન બનાવ્યા છે. બંને બેટ્સમેન વચ્ચે 37 બોલમાં 50 રનની ભાગીદારી થઈ છે.