ભારતીય ક્રિકેટરના પિતાની થઈ ધરપકડ, ખેડૂતોના નામે કોરોડોનું કૌભાંડ કરવાનો છે આરોપ
વિનય ઓઝા મધ્યપ્રદેશના બૈતૂલમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર કાર્યરત હતા.
ટીમ ઈંડિયાના પૂર્વ ક્રિકેટર નમન ઓઝા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમના પિતા વિનય ઓઝાને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમના પર ખેડૂતોના નામે કરોડો રુપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. વિનય ઓઝા મધ્યપ્રદેશના બૈતૂલમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર કાર્યરત હતા.
આ દરમિયાન બૈતૂલની આ બ્રાંચમાં 2014માં ખેડૂતોના નામે ક્રેડિટ કાર્ટ બનાવીને કરોડો રુપિયાનું કૌભાંડ કરવાનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં 5 મુખ્ય આરોપીઓની પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝા છેલ્લા 8 વર્ષથી ફરાર હતા. ત્યારે હવે ગઈકાલે સોમવારે વિનય ઓઝાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
આ સમગ્ર કૌભાંડ બૈતૂલ જિલ્લાના મુલતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જૌલખેડામાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચમાં થયું હતું. મુલતાઈ વિસ્તારના તરોડા બુજુર્ગના રહિશ દર્શન નામના ખેડૂતનું મોત થયા બાદ તેના નામ પર ખાતું ખોલીને રુપિયા કાઢવામાં આવ્યા હતા. આ રીતે જ અન્ય ખેડૂતોને ખબર જ ના પડી અને તેમના ખાતા પરથી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને સવા કરોડ રુપિયા જેટલી રમક કાઢવામાં આવી હતી. 2014માં આ મામલે ખુલાસો થતાં બેંક શાખાના મેનેજર અભિષેક રત્નમ, આસિ. મેનેજર વિનય કુમાર ઓઝા, એકાઉન્ટન્ટ નીલેશ છાત્રોલે, દીનાનાથ રાઠોડ સહિતના લોકો પર કેસ નોંધાયો હતો.
વિનય ઓઝાના પુત્ર ક્રિકેટર નમન ઓઝાની વાત કરીએ તો, નમન ઓઝાએ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી છે. નમન ઓઝાએ ટેસ્ટ, વન ડે અને ટી20 મેચ પણ રમી છે. 38 વર્ષના નમન ઓઝાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
આ પણ વાંચોઃ
IPL E-Oction: IPL મીડિયા અધિકારોની હરાજીમાં 5 મોટા ખેલાડીઓ સામેલ, BCCIને થશે જંગી નફો